કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લુંટના ઇરાદે હુમલા કેસમાં આગોતરા મંજુર

રાજકોટ: તાલુકાના સણોસરાની સીમમાં તા.૧૭-૩-રરના રોજ વાડીમાં રાત્રીના સમયે સુતેલ ફરિયાદી તથા તેના પરિવાર ઉપર લુંટના ઇરાદે ધારીયા, દાતરડાના હથીયારથી હુમલો કરી લુંટના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી મહેશભાઇ રેવાભાઇ મોહનીયાએ સેસન્‍સ કોર્ટ દ્વારા આગોતરા જામીન ઉપર મુકત કરતો હુકમ કરેલ છે.

આ કેસની હકિકત એવી છે કે તા.૧૭-૩-રરના રોજ સણોસરા ગામની સીમમાં વાડીમાં રાત્રીના સમયે સુતેલ ફીરયાદી વિરજીભાઇ ભગવાનજીભાઇ બાવળીયા તથા તેના પરિવાર ઉપર મહેશભાઇ રેવાભાઇ મોહનીયાએ અન્‍ય આરોપી સાથે મળી લુંટના ઇરાદે ધારીયા, દાતરડાના હથીયારથી ફરીયાદી ઉપર હુેમલો કરી તથા ફરીયાદીના પત્‍નીને માર મારી નાકમાં પહેરેલ દાણો ખેંચી લઇ નાકમાં ઇજા કરી તથા કાનના બુટીયાની લુંટ કરી તેમજ ઘરમાં રહેલ રોકડ રકમ રૂા.૧,૩૮,૦૦૦ તથા સોનાનો ચેન રૂા.૩૦,૦૦૦ તથા ચાંદીના પહેરવાના પંજો જોડી ૧ અને ચાંદીના કંદોરો તથા સાંકળા મળી આશરે પ૦૦ ગ્રામ ચાંદી રૂા.ર૦,૦૦૦ તેમજ નાકનો દાણો રૂા.૧૦૦૦ અને સોનાના બુટીયા ચાર ગ્રામ રૂા.૧૦,૦૦૦ તેમજ નાકનો દાણો રૂા.૧૦૦૦ અને સોનાના બુટીયા ચાર ગ્રામ રૂા.૧૦,૦૦૦ તથા રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧,૯૯,૦૦૦ ના મતાની ધાડ પાડ લુંટ કર્યા અંગેની ફરીયાદી ફરીયાદ કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવતા આરોપી દ્વારા સેસન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા બચાવપક્ષે રોકાયેલ એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ.


તેમજ કેસનું ભારણ જોતા તાત્‍કાલીક કેસ ચાલે તેમ નથી. જેવી રજુઆત કરતા તેમજ ઉચ્‍ચ અદાલતના રજુ રાખેલ ચુકાદા ઉપર ધ્‍યાન દોરતા સેસન્‍સ કોર્ટે બચાવ પક્ષની દલીલ ગ્રાહય રાખી આરોપીને આગોતરા જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ હતો.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!