વાર્ષિક માત્ર 499 રૂપિયામાં 10 લાખનો દુર્ઘટના વીમો મળે છે
પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો
વાંકાનેર: અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના એક એવી યોજના છે જે એક જ વીમા રકમ હેઠળ ઘણા લાભો આપે છે.


શ્રમ કરતા શ્રમિકો માટે આકસ્મિક મૃત્યુ, કાયમી સંપૂર્ણ વિકલાંગતા, કાયમી આંશિક વિકલાંગતા, આકસ્મિક અંગ છેદ, આકસ્મિક મેડિકલ ખર્ચ, ઇનપેશન્ટ હોસ્પિટલાઇઝેશન કવચ, અકસ્માતની સ્થિતિમાં લાંબા સમય સુધી હોસ્પિટલાઇઝેશનનો લાભ, અંતયેષ્ટી ખર્ચ, મૃતકના અસ્થિ વિસર્જન, અકસ્માતની સ્થિતિમાં કોમા સંબંધિત લાભ અને શૈક્ષણિક લાભ આપે છે.


બે પ્લાન છે. પ્લાન A માં 499 રૂપિયામાં 10 લાખ સુધી અને પ્લાન B માં 5 લાખ સુધીની સહાય મળે છે, એમ વાંકાનેર પોસ્ટ ઓફિસના કર્મચારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુ વિગત માટે નીચેનું પેમ્પલેટ વાંચો.

અલગ અલગ ક્ષેત્ર માં કામ કરતા શ્રમિકોનું ઉદાહરણ
ખેતી તેમજ ખેતી સાથે જોડાયેલ તમામ ક્ષેત્ર માં કામ કરતા મજૂરો, માછીમારો કોઈ કંપની કે કારખાના માં લેબર કામ કરતા કામદારો
– મકાન બાંધકામ, પૈન્ટ કામ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિક, મિસ્ત્રી, લુહાર કામ કરતા કારીગરો પ્લાઇવૂડ, સ્ટીલ, તેમજ પ્લાસ્ટિક નું ફર્નિચર બનાવતા કારખાના
માં કામ કરતા કારીગરો
– સાઇકલ, મોટરસાઇકલ, ફોર વ્હીલ, ટ્રક, ટ્રેક્ટર, રિક્ષા ના ગેરેજ
માં કામ કરતા કારીગરો
– શાકભાજી, ફળ તેમજ કોઈ પણ ખાણી-પીણી ની વસ્તુઓ
વેચતા વ્યક્તિઓ
– કોઈ પણ સ્કૂલ, હોસ્પિટલ, તેમજ અન્ય સંસ્થા માં Peon તેમજ સફાઈ નું કામ કરતા વ્યક્તિઓ, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા ના સફાઈ કામદારો
બસ, ટ્રક, ટ્રેક્ટર, રિક્ષા વગેરે તેમજ કોઈ પણ ભારે વાહન ચલાવતા તેમજ તેની દેખ રેખ રાખતા વ્યક્તિઓ

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
