જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના ઝોન, કારોબારીનાં આમંત્રિત સભ્યોના નામ જાહેર
મોરબી: જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ સાથે ચર્ચા કરીને અનુસૂચિત જાતિ મોરચાની કારોબારી સમિતિના સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો, ઝોન પ્રભારી, આમંત્રિત સભ્યો તેમજ મંડલ પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમારએ માહિતી આપતા જણાવ્યું છે કે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા મંડલ પ્રભારીઓમાં જીતેન્દ્રભાઈ રાઠોડ, ચિરાગભાઈ સોલંકી, જગદીશભાઈ ચાવડા, લાલજીભાઈ પરમાર, લાલજીભાઈ સોલંકી, નીતાબેન પરમાર, અરવિંદભાઈ રાઠોડ, કિશોરભાઈ દુલેરા અને જગદીશભાઈ સાગઠીયાનો સમાવેશ કરવામાં આવેલ છે
તેવી જ રીતે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ ઝોન પ્રભારીઓમાં હળવદ શહેર, ટંકારા તાલુકો અને મોરબી તાલુકા માટે બળવંતભાઈ મોહનભાઈ સનારીયા, મોરબી શહેર, વાંકાનેર શહેર અને વાંકાનેર તાલુકા માટે નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ સોલંકી તેમજ માળીયા તાલુકો, માળીયા શહેર અને હળવદ તાલુકા માટે દીપકભાઈ મૂળજીભાઈ ચૌહાણના નામ જાહેર કરવામાં આવ્યા છે
આ ઉપરાંત મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા કારોબારી સમિતિના સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો અને આમંત્રિત સભ્યોના નામની યાદી જાહેર કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબી શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પદે પ્રવીણભાઈ કાળાભાઈ સોલંકી, મહામંત્રીમાં સુભાષભાઈ પુરબીયા, ઉપપ્રમુખમાં નટવરભાઈ બી. ચૌહાણ અને મનોજભાઈ સોલંકીની નિમણૂક કરાઈ છે
મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ સાગરભાઈ સદાતીયાએ હાલમાં મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચા વિધાનસભા ઈન્ચાર્જ તેમજ સહ-ઈન્ચાર્જના નામની જાહેરાત કરેલ છે જેમાં મોરબી-માળિયા વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે જયપાલસિંહ રાઠોડ અને સહ-ઈન્ચાર્જ તરીકે પિયુષભાઇ સાણજા, ટંકારા પડધરી વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે રાજભાઈ ગોધવિયા અને સહ-ઈન્ચાર્જ તરીકે હિમાંશુભાઇ ડોબરીયા, વાંકાનેર વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે ઓમભાઈ કોઠીયા અને સહ-ઈન્ચાર્જ તરીકે નિકુંજભાઈ વિડજા, હળવદ વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે સતિષભાઇ ઘોડાસરા અને સહ-ઈન્ચાર્જ તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવેલ છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો