


સંતશ્રી વેલનાથદાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આઠમો સમૂહ લગ્નોત્સવ તા. ૧૧-૦૩-૨૦૨૩ ને શનિવારે યોજાનાર છે ત્યારે સમૂહ લગ્નમાં દીકરીઓના કરિયાવરમાં ભેટ આપવા સંસ્થાએ અનુરોધ કર્યો છે
જે સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા તરફથી સોનાના દાણા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે અને દાન ભેટ આપવા ઇચ્છતા દાતાઓએ સંતશ્રી વેલનાથ દાદા મંદિર, મામલતદાર કચેરી સામે રાજકોટ રોડ વાંકાનેર ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.