વાંકાનેરમાં ખિદમતે ખલ્ક ગ્રુપ તરફથી સેવાની કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને આખરી સફર, એમ્બ્યુલન્સ અને
વિધવા બહેનોને દર મહિને અપાતી રાશનકીટ મુખ્ય છે. એમ્બ્યુલન્સ સેવામાં માત્ર ને માત્ર ગેસ કે ડીઝલનું જ ચાર્જ લેવામાં આવે છે, ડ્રાઇવરનો પગાર પણ ગ્રુપ તરફથી આપવામાં આવી રહ્યો છે. હાલમાં એક એમ્બ્યુલન્સ કાર્યરત છે અને માંગ વધતા બીજી એમ્બ્યુલન્સની
જરૂરિયાત હોય તેમજ સૌથી વધુ પરિવારને દર મહિને રાશનકેટ આપવામાં આવી રહી છે તેમનું પણ બજેટ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે આ તમામ સેવા કાર્યના ખર્ચને પહોંચી વળવા માટે પવિત્ર રમજાન માસમાં ખિદમતે ખલ્ક ગ્રુપના વ્યવસ્થાપકો તરફથી મદદ કરવાની અપીલ કરવામાં આવેલ છે.
આ ખિદમતે ખલ્ક ગ્રુપ ને મદદ કરવા માટે નીચેના નંબર પર સંપર્ક કરવાનું એક અખબાર યાદીમાં જણાવેલ છે.
ખિદમતે ખલ્ક ગ્રુપ વાંકાનેર મો. ૯૪૨૮૨ ૬૫૭૧૧