કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સ્ટેશન મેનેજરની શ્રેષ્ઠ કામગીરી બિરદાવાઇ

રેલવે દ્વારા મોરબીના ટ્રેન મેનેજર અને રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 13 કર્મચારીઓને પણ ડીઆરએમએ કર્યા સન્માનિત

મોરબી : રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન દ્વારા રાજકોટ ડીવીઝનના 13 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ટ્રેન મેનેજર આસિફ એન અને વાકાનેરના સ્ટેશન મેનેજર ઉત્તમ મંડલનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

વધુ માહિતી આપતાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના એ જણાવ્યું હતું કે આ કર્મચારીઓને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2023 માં રેલવે સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનારાઓમાં પરશુરામ કે સૈની (ટ્રેન મેનેજર-રાજકોટ), પ્રમોદ પ્રસાદ (સ્ટેશન મેનેજર- હડમતિયા), આસિફ એન (ટ્રેન મેનેજર- મોરબી), જયરાજસિંહ એન. જાડેજા. (કેરેઝ એન્ડ વેગન ફિટર-રાજકોટ), શિવ રામ તંવર (કીમેન-બજરંગપુરા), ઉત્તમ મંડલ (સ્ટેશન મેનેજર-વાંકાનેર), ધવલ જોષી (ગેટમેન-રાજકોટ), સુધાંશુકુમાર વર્મા (ટ્રેન મેનેજર- હાપા), રણમલ જે. (ટ્રેન મેનેજર-હાપા), રામલાલ (સ્ટેશન મેનેજર-કેસરિયા), મુકેશ કુમાર (ગેટ મેન-એલસી 39), માવજી બી ખોરાની (ગેટ મેન-એલસી 78) અને જ્ઞાનચંદ કુમાર (ગેટ મેન-એલસી 66)નો સમાવેશ થાય છે.

આ કર્મચારીઓએ તકેદારી અને સતર્કતા થી કામ કરીને સંભવિત રેલ અકસ્માતને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં રેલ ફ્રેક્ચર નોંધવું, કોઇલ સ્પ્રિંગ ખખડાયેલું જોવું, વેગનમાં કોઇલ સ્પ્રિંગ ગુમ થયેલ જોવી, વ્હીલના તૂટેલા સ્પ્રિંગની નોંધ લેવી, માલગાડીના બેટરી બોક્સમાં ધુમાડો નિકડતા જોવું, લટકતા ભાગોની નોંધ લેવી જેવી ઘટનાઓ શામેલ છે. તેમની સતર્કતાને કારણે સંભવિત અકસ્માતો ટળી ગયા હતા.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર.મીણા, સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર આર.સી.મીણા, સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર સંતોષકુમાર મિશ્રા અને સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સંકલન) ઈન્દ્રજીત સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!