વાવાઝોડા અને હિમવર્ષાથી થયેલા નુકશાન બાબતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું
ખેડુતોના ઉભા પાકમાં નુકશાન, NPK – DAP ખાતરની અછત, છાપરા-એકઢારીયા, સોલાર પેનલ- સોલાર વોટર હીટર, મરઘા ઉછેર કેન્દ્રોને નુકશાનીના મુદ્દા આવરી લેવાયા
ખેડુતોનો માલ પલળયો છે અને પશુપાલકોનો ચારો પલળીને બગડી ગયો છે
વાંકાનેર: કાલે તાલુકા કોંગ્રેસ -વાંકાનેર અને માર્કેટ યાર્ડના અગ્રણીઓ દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીશ્રીને તાજેતરમાં થયેલા વરસાદ અને વાવાઝોડા દ્વારા થયેલી નુક્શાનીનું વળતર બાબતે પ્રાંત અધિકારીશ્રી વાંકાનેરના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી.
આ આવેદનમાં નીચેના મુદ્દાઓ આવરી લેવાયા હતા.
(૧) તા.૨૬/૧૧/૨૦૨૩ ના રોજ ભારે પવન સાથે વાવાઝોડારૂપે વાંકાનેર તાલુકામાં કમોસમી વરસાદ અને હીમવર્ષા થયા છે. જેના કારણે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટાપાયે નુકશાન થયુ છે. (૨) વાવાઝોડારૂપે કમોસમી વરસાદ અને હીમવર્ષાને કારણે ખેડુતોના ઉભા પાકમાં ખુબ નુકશાન થયુ છે.જીરા, એરંડા, વરિયાળી, જુવાર, ઘઉં, ચણા, રાયડા, તુવેર, પપૈયા, કપાસ વગેરે પાકોમાં નુકશાન થયુ છે. જેના કારણે શાકભાજી, બાગાયતી પાકો, ખરીફ પાકની છેલ્લી વીણો અને નવા રવી પાકના ઉત્પાદનમાં મોટો ઘટાડો આવે તેવો ભય ઉભો થયો છે.
(૩) ખરીફ પાક દરમ્યાન સમ્રગ ઓગષ્ટ- ૨૦૨૩ દરમ્યાન વરસાદ પડયો ન હતો. ચોમાસા-૨૦૨૩ના અપુરતા અને અનિયમિત વરસાદને કારણે ખરીફ પાકમાં મોટુ નુકશાન અગાઉથી જ થય ચુકયુ છે. ઉપરથી આ વાવાઝોડારૂપે કમોસમી વરસાદ અને હીમવર્ષા વાંકાનેરના ખેડુતો માટે પડયા પર પાટુ સમાન બની રહયા છે. ઉપરાંત વાંકાનેર વિસ્તારમાં NPK – DAP ખાતરની મોટાપાયે અછત ઉભી થઈ છે.
(૪) ખેડુતો અને પશુપાલકોના છાપરા-એકઢારીયા ભારે પવનના કારણે ઉડી ગયા છે. અને ટુટી ગયા છે. ધણી જગ્યાએ હીમવર્ષાના કારણે છાપરામાં કાણા પડી ગયા છે. જેના કારણે ધણી જગ્યાએ ખેડુતોનો માલ પલળયો છે અને પશુપાલકોનો ચારો પલળીને બગડી ગયો છે.
(૫) વીજબીલ બચાવવા માટે સરકારી સબસીડી યોજના હેઠળ વસાવામાં આવેલ સોલાર પેનલ અને સોલાર વોટર હીટર પણ હીમવર્ષાના કારણે ઘણી જગ્યાએ તુટયા છે.
(૬) ગ્રામ્ય વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ વાવાઝોડારૂપે કમોસમી વરસાદ અને હિમવર્ષાને કારણે મરઘા ઉછેર કેન્દ્રોના છાપરા ઉડયા છે કે અમુક જગ્યાએ તો આવા કેન્દ્રોની દીવાલો પડી ગયેલ છે. (૭)
વાંકાનેર શહેરમાં પણ વાવાઝોડારૂપે કમોસમી વરસાદ અને હીમવર્ષાને કારણે છાપરા અને પતરા તુટી ગયા છે. તેમા કાણા પડી ગયા છે. ઘણી જગ્યાએ દીવાલો અને મકાનોમાં નુકશાન થયેલ છે. (૮) માટે અમારી માંગણી છે` કે, તાત્કાલીક ધોરણે વાંકાનેર ખેડુતોનુ સર્વે કરાવી તેમને નુકશાનીના પ્રમાણમાં યોગ્ય વળતર ચુકવવામાં આવે તથા પશુપાલકોને ધાસચારા માટે પશુ દીઠ યોગ્ય સહાય આપવામાં આવે- ખેડુતોને યોગ્ય સમયે પુરતુ ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.- જેમના મકાનોમાં નુકશાન થયુ છે અને પતરા/ છાપરા તુટી ગયા છે તેવા ગરીબ અને આર્થિક રીતે સામાન્ય વર્ગના લોકોને સમારકામ માટે યોગ્ય સહાય આપવામાં આવે.- ઉપરાંત આર્થિક રીતે સામાન્ય પરીવારના લોકોના સબસીડી વાળા સોલાર પેનલ હીમવર્ષાના કારણે નુકશાન થતા સ્પેરપાર્ટસ માટે યોગ્ય સહાય આપવામાં આવે તેવી અમારી માંગણી છે.
આવેદન આપવામાં શકીલ પીરઝાદા (ગુજરાત પ્રદેશ કિસાન મહામંત્રી), ગુલામભાઇ પરાસરા (પ્રમુખ માર્કેટિંગ યાર્ડ), યુનુસભાઈ શેરસીયા (માજી પ્રમુખ તાલુકા પંચાયત), જશુભાઈ ગોહીલ (પ્રમુખ તાલુકા કોંગ્રેસ -વાંકાનેર), નાથાભાઈ ગોરીયા (ઉપપ્રમુખ માર્કેટ યાર્ડ), અબ્દુલભાઈ બાદી (ડીરેકટર રાજકોટ જીલ્લા દુધ સંધ), આબીદભાઈ ગઢવારા (પ્રમુખ તાલુકા કોંગ્રેસ), ફારૂકભાઈ કડીવાર (પ્રમુખ કીશાન કોંગ્રેસ) મુનીરભાઈ પરાસરા (પ્રમુખ લધુમતિ કોંગ્રેસ), હાસમભાઈ બાંભણીયા (પુર્વ ચેરમેન કારોબારી સમીતી તાલુકા પંચાયત), ઉસ્માનભાઈ માથકીયા (સદસ્ય તાલુકા પંચાયત), ગનીભાઈ પરાસરા (સદસ્ય તાલુકા પંચાયત), રહીમભાઈ ખોરજીયા (સદસ્ય તાલુકા પંચાયત), નારણભાઈ કેરવાડીયા (પુર્વ ચેરમેન કારોબારી તાલુકા પંચાયત), માનસુરભાઈ (સદસ્ય તાલુકા પંચાયત), રહીમભાઈ શેરસીયા (સદસ્ય માર્કેટયાર્ડ), મોહયુદીનભાઈ ચૌધરી (સદસ્ય માર્કેટયાર્ડ), રફીકભાઈ પરાસરા (સદસ્ય માર્કેટયાર્ડ), હનીફભાઈ શેરસીયા (પુર્વ સરપંચ રાતીદેવરી), યાસીનભાઈ માથકીયા (પુર્વ સદસ્ય રસીકગઢ) સહિતના કોંગ્રેસ અગ્રણીઓ હજાર રહ્યા હતા.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો