વાંકાનેર તા. પ્રા. શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રીને રજુઆત
વાંકાનેર: તાલુકાના ગણિત વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકો ભણતરમાં ભાર ના પડે એ માટે BRC/CRC માટે ચાર્જ ન આપવો, પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી કામમાં સમય લાગે અને બાળકોના ભણતરને વધારે અસર કરે એવી કામગીરી એટલે કે આચાર્ય ના ચાર્જ આપવો આવી બેવડી નીતિનો વાંકાનેર તાલુકાના તમામ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક દ્વારા વિરોધ કરવામાં આવેલ,
જે બાબતે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હર હંમેશ શિક્ષકોના પ્રશ્નોમાં સાથે હોય એ રીતે આ મુખ્ય પ્રશ્નોમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી/મહામંત્રી શ્રી દ્વારા તાત્કાલિક અસરથી આ બાબતો અને અન્ય તમામ જરૂરી બાબતો માટેનું આવેદન પત્ર તૈયાર કરેલ, જ્યારે આ આવેદન તા. 30/04/2025 ને બુધવારના રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક ઉચ્ચતર વિભાગ (ગણિત વિજ્ઞાન)
ના શિક્ષકો અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રીની હાજરીમાં આ આવેદન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી વિરમભાઇ દેસાઈ સાહેબને રૂબરૂમાં આપવામાં આવેલ અને આ મુખ્ય મુદ્દાઓના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા ખાસ રજૂઆત કરવામાં આવી, જેની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જલ્દીથી નિરાકરણ લાવવા માટે આ બાબતે ઉપપ્રમુખશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી હતી…