છેલ્લી તારીખ: ૨૨/૧૦/૨૦૨૪ છે
વાંકાનેર: નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ-૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબી ફોન નં. (02822) 291439 એ એક યાદીમાં જણાવેલ છે કે મચ્છુ-૧ સિંચાઇ યોજનાની સલાહકાર સમિતીની મીટીંગ તારીખ- ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ ૧૨.૦૦ કલાકે મીટીંગ હોલ, તાલુકા સેવા સદન, લાલ બાગ, રૂમ નં ૨૨૮, મોરબી ખાતે મળેલ હતી. જેમાં ઠરાવમાં નક્કી થયેલ તારીખ- ૦૭/૧૦/૨૦૨૪ થી ૨૨/૧૦/૨૦૨૪ સુધી સમય ૧૦:૩૦ થી ૧૭.૦૦ કલાક સુધી લગત સેક્શન ઓફીસ ખાતે સિંચાઈ અરજી સ્વીકારવામાં આવશે ત્યારબાદ સિંચાઈ અરજી ૧.૨૫ દરે સ્વીકારવામાં આવશે તેમ નક્કી થયેલ છે. સિંચાઈ અરજી સાથે ફરજીયાત ૭/૧૨ અથવા ૮-અ અથવા ખાતાવહી સાથે રાખવાની રહેશે. રબી ૨૦૨૪-૨૫ માટે કુલ ૬ (છ) પાણ આપવાનું આયોજન થયેલ હોઈ જેની નીચે મુજબના ભાવે વસુલાત કરવામાં આવશે.
રબી ૨૦૨૪-૨૫ માટે કુલ ૬ (છ) પાણ પ્રતિ હેક્ટર ના ભાવ
પીયાવો લોકલ ફંડ કુલ
૧ પાણ ૩૪०.०० ૬८.०० ૪०८.००
૬ પાણ ર०૪०.०० ૪०८.०० ર૪૪८.००
નહેર અધિનિયમ ૨૦૧૩-૧૪ મુજબ સમયસર વસૂલાત ન ભરનાર ખાતેદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
મચ્છુ-1 ડેમથી સિંચાઈ મેળવતા ગામોની યાદી આ મુજબ છે. વાંકાનેર તાલુકાના ગામો:- જાલસિકા, કોઠી, મહીકા, જોધપર, લીંબાડા, ગારીયા, રશીકગઢ, કેરાળા, લાલપર, ચંદ્રપુર, રાજાવડલા, અમરસર, પાંચદ્રારકા, સીધાવદર, તીથવા, અરણીટીંબા, વાંકીયા, પંચાસીયા, કોઠારીયા ટંકારા તાલુકાના ગામો:- ટંકારા, ટોળ, અમરાપર, સજનપર, લજાઈ, હડમતીયા(પાલનપીર), વીરપર, મોરબી તાલુકાના ગામો:- રવાપર, રાજપર, ઘુનડા(સજનપર)…