વાંકાનેર તાલુકા કિસાન કોંગ્રેસના પ્રમુખ ફારૂક કડીવારની અપીલ
વાંકાનેર: ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને રક્ષણ આપવા માટે ખેતરની ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં ઓછા 2 હેકટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા, બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજી સ્વીકારવામાં આવે છે.
વાંકાનેર તાલુકા કિસાન કોંગ્રેસના પ્રમુખ ફારૂક કડીવાર (કોઠારીયા) એ એક યાદીમાં જણાવ્યું છે કે, ખેડૂતો ચાલુ વર્ષે પણ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે તે હેતુથી મોરબી જિલ્લાના ખેડૂતો માટે i-khedut પોર્ટલ આગામી તારીખ 10 ડિસેમ્બરથી પછીના 30 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. સહાય મેળવવા ઇચ્છતા વાંકાનેર તાલુકાના ખેડૂતોએ સમય મર્યાદામાં અરજી કરી દેવી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો