વાંકાનેર: ગુજરાતના ઔદ્યોગિક વિકાસનાં ભાગરૂપ બનવાની તકનો લાભ લેવા માટે નિગમની નીચે દર્શાવ્યા મુજબની ઔદ્યોગિક વસાહતો ખાતે ઔદ્યોગિક પ્લોટ મેળવવા ઓનલાઈન પદ્ધતિથી તા. ૧૧/૧૧/૨૦૨૪ શ્રી તા. ૨૫/૧૧/૨૦૨૪ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (ગુજરાત સરકારનું ઉપક્રમ) બ્લોક નં. ૩, ૪, ૫ પ્રથમ માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૧ ફોન નં. + ૯૧-૭૯- ૨૩૨૫૦૯-૩૨, ૩૪ થી ૩૭ ફેક્સ + ૯૧-૭૯- ૨૩૨૫૦૫૮૩ Website: www.gldc.gujarat.gov.in દ્વારા સંયુક્ત વહીવટી સંચાલક જીઆઇડીસી, ગાંધીનગરની સહીથી અરજીઓ મંગાવવામાં આવી છે…
રાજકોટ ક્ષેત્રીય કચેરી નીચે મોરબી જિલ્લાના છત્તર અને વઘાસીયા જીઆઇડીસી. જેમાં છત્તર જનરલ અને એમ.એસ.એમ.ઈ. (ઔદ્યોગિક બિન રાસાયણિક) તથા વઘાસીયા જનરલ (ઔદ્યોગિક બિન રાસાયણિક) યોજના હેઠળ આવરેલ છે…
ઓદ્યોગિક એકમો સ્થાપવાના હેતુ સાથે રસ ધરાવતા અરજદારો જીઆઈડીસીની વેબસાઈટ સરફતે અરજી કરી શકે છે… (www.gidc.gujarat.gov.in) અરજી કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવા ફરજયાત છે. જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા વિનાની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા કોઈપણ વસાહતમાં પ્લોટ ફાળવણી માટે કોઈ પણ ત્રાહિત શક્તિ કે એજન્સીને અધિકૃત કે એમપેનલ્ડ કરેલ નથી જેથી
સાવચેત રહેવા વિનંતી. વધુ વિગતો માટે કચેરી કામકાજના સમયગાળા દરમ્યાન જે તે પ્રાદેશિક મેનેજરની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે. સંલગ્ન પ્રાદેશિક કચેરીનું સરનામું નિગમની વેબસાઇટ (https:// dc.gujarat.gov.in//pages/contents/contactus) ઉપર ઉપલબ્ધ છે. ઓનલાઈન પોર્ટલ પર અરજી સંબંધિત પ્રશ્નો માટે હેલ્પ ડેસ્ક નં. + 91-
98791 10007 પર સંપર્ક કરવાનો રહેશે…