ઘણા સમયથી જગ્યા ખાલી છે
વાંકાનેર: અહીં એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી કોઈ ડેપો મેનેજર નથી જેથી કરીને રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા વાંકાનેરમાં ડેપો મેનેજર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તે મુદે વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરાઇ છે…
હાલમાં રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડેપો મેનેજર નથી જેથી કરીને વાંકાનેર ડેપોના કર્મચારીઓને કોઈ રજૂઆત કરવી હોય તો કોને કરવી તે પ્રશ્ન ઊભો થાય છે અને સંગઠન કક્ષાએ વાંકાનેર ડેપોમાં કોઈપણ બાબતની જાણકારી લેવી હોય તો મળી શકતી નથી. જેથી કરીને ડિવિઝન કક્ષાએથી તાત્કાલિક વાંકાનેર ડેપો મેનેજનો ચાર્જ કોઈને આપવામાં આવે અથવા તો કાયમી ડેપો મેનેજર મૂકવામાં આવે તેવી માંગ કરી છે…