ગારીયા ગામના વતની પ્રદ્યુમનસિંહ કિરીટસિંહ વાળાને મોરબી જિલ્લા કરણી સેનાના મંત્રી બનાવ્યા
વાંકાનેર:ગુજરાત રાજ્યમાં શ્રી રાજપૂત કરણી સેના સામાજિક કાર્યોની સાથે અન્યાયની સામે પણ અવાજ ઉઠાવવામાં પણ ક્યાંય પાછી પાની કરતી નથી.
શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ એસ. જાડેજાનાં નેજા હેઠળ ખૂબ ઝડપથી તમામ શહેર અને ગામડાઓના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુલાકાતો કરી રહી છે. તેમજ શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક ટીમના સભ્ય પ્રવિણસિંહ જાડેજા દ્વારા સમાજ યુવાનોના ઉજ્જવલ ભવિષ્ય માટે પોલીસ, આર્મી ભરતીમાં વધુને વધુ યુવાનો જોડાય તેમજ પરીક્ષા ઉત્તીર્ણ કરે એવા શુભ આશયથી સેવા કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. પ્રવીણ ઝાલા મોરબી જિલ્લાના સાદુરકા ગામના વતની છે. તેમજ તેઓ હાલ આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. પ્રવિણસિંહ ઝાલા ને જ્યારે પણ આર્મીમાંથી રજા મળે ત્યારે તેઓ તરત સમાજ ઉપયોગી પ્રવૃતિઓમાં જોડાય જાય છે.
પ્રવીણ ઝાલા શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ટીમના સભ્ય છે, તેમજ વિરભદ્રસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની કામગીરી જોઈને આજરોજ ગારીયા ગામના સામાજિક અગ્રણી પ્રદ્યુમનસિંહ કિરીટસિંહ વાળા પણ કરણી સેના સાથે જોડાયા છે. જેવોને મોરબી જિલ્લાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.