ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીમાં નિમણૂકથી હર્ષોઉલ્લાસ
વાંકાનેર: મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ ખાતા હેઠળની મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ના સભ્ય તરીકે વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના યુવા સરપંચ હુસેનભાઈ શેરસીયા (99131 04037) ની નિમણુંક કરવામાં આવી છે…


આ દિશાના સભ્ય તરીકે મોરબી જિલ્લાના કુલ પાંચ સરપંચોની નિમણૂક કરી છે જેમાંથી બે મહિલા સરપંચ છે અને ત્રણ પુરુષ સરપંચની નિમણુક કરાવવા આવી છે. (૧) મનીષાબેન રમેશભાઈ સોનગ્રા, ગામ-દેવીપુરા તા.હળવદ જી.મોરબી (૨) પ્રભાબેન વિઠલભાઈ પંચોટિયા ગામ-ભરતનગર તા.જી. મોરબી (૩) અમિતભાઈ દેવજીભાઈ ધુમલિયા, ગામ-રસંગપર તા.માળીયા (મી), જી.મોરબી. (૪) વલ્લભભાઈ લાલજીભાઈ બારૈયા, ગામ-વાઘગઢ તા.ટંકારા,જી.મોરબી (૫) શેરસિયા હુસેન નુરમામદ, ગામ-રાણેકપર તા.વાંકાનેર જી.મોરબી..
