ચંદ્રપુરના જલાલભાઈતથા વાંકીયાના ગુલમહંમદભાઈની નિમણુંક વાંકાનેર તાલુકા માટે ગૌરવની વાત
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયા તથા વાંકીયા ગામના અગ્રણી ગુલમહંમદભાઈ બ્લોચની ઇફકો કંપની-દિલ્હીના જનરલ બોર્ડમાં પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે,
જેથી ગઈ કાલે વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે બંને પ્રતિનિધિઓનું ફુલ-હાલ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેઓ માર્કેટિંગ યાર્ડની ડિરેકટરોની ચૂંટણીમાં ભાજપની પેનલમાં લડયા હતા. એક સાથે ઇફકો કંપનીમાં વાંકાનેરના બબ્બે પ્રતિનિધિઓની નિમણુંક વાંકાનેર તાલુકા માટે ગૌરવની વાત છે. જલાલભાઈ શેરસીયા અગાઉ તાલુકા પંચાયત, સહકારી સંઘ, માર્કેટિંગ યાર્ડમાં પણ જીતી ચૂક્યા છે જયારે ગુલમહંમદભાઈ બ્લોચ પણ આ સંસ્થાઓ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો