વાંકાનેરમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજને પ્રથમ વર્ષ બીએસસી. કોર્સની મંજુરી માટે નિર્ણય લેવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે એકેડમિક કાઉન્સિલની બેઠક મળવાની છે. જેમાં રાજકોટ, જામનગર, ધોરાજી મોરબી વાંકાનેરમાં 25 નવા કોર્સ શરું કરવા માટે મંજૂરી માગવામાં આવશે. આ સાથે જ ચાલુ, વધારાના કાયમી સહિતના 350થી વધુ જોડાણ મંજૂર કરવામાં આવશે.
રાજકોટમાં પંચશીલ કોલેજ ઓફ એજ્યુકેશનને વિજ્ઞાન વિધાશાખામાં પ્રથમ વર્ષ બી.એસસી. ક્રાઈસ્ટ કોલેજમાં બી જે એમ સૌ પંચશીલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં બી.બી.એ., બી. કોમ. કામદાર બી.એડ. કોલેજમાં બીકોમ ક્રમ કોલેજમાં બી.એ., બી.બી.એ., પ્રેસ કોલેજ ઓફ કોમર્સમાં બી.એસ.બલ્યુ., શાંતિ નિકેતન કોલેજને બેચલર ઓફ લાઈબ્રેરી સાયન્સ અને બી.સી.એ., ધોરાજીમાં પટેલ મહિલા આર્ટસ કોલેજને બી.કોમ., આણંદપરની ટી.વી મહેતા ફાઉન્ડેશનને તબીબી વિદ્યાશાખામાં પોસ્ટ બેઝિક બી.એસસી., નર્સિંગ, અમરેલીમાં ચલાલાની હિરભાઈ ભગવાનજી લાલજી તેજુરા મહિલા કોલેજમાં બી.સી.એ.ના કોર્સ શરૂ કરવા મંજૂરી આપવામાં આવશે.
લાઠીની ગાયત્રી ગુરુકૃપા કોલેજમાં બી.સી.એ., રાજુલાની બાપા સીતારામ કોલેજમાં બી.કોમ, જામનગરના શેખપાટની દર્શીલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત કલ્યાણ સાયન્સ કોલેજને બી એસસી. દયામન ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ એન્ડ રિસર્ચને બી.એસસી. નર્સિંગ, જોડિયાની શ્રેયસ ઇન્સ્ટિટ્યુટમાં બી.એસસી., નર્સિંગ, મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજને બી.બી.એ., જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજમાં એમ બી બી એસ.. વાંકાનેરમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજને પ્રથમ વર્ષ બીએસસી., વ્રજકુંવરબહેન અને ઇન્દુબેન મહેતા કોલેજને બી કોમ અને વઢવાણની બી એબી એક ઇન્ટીગ્રેટેડ કોલેજને બી.એ.ના કોર્સની મંજુરી માટે નિર્ણય લેવાશે