ઊંધો પાવડો તથા ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ
વાંકાનેર: અહીંના ચન્દ્રપુર માર્કેટયાર્ડ પાસે ઘરની થોડે દુર નગરપાલીકાનો પાણીનો વાલ છે ત્યાથી પાણી નીકળતુ હોય જેથી ચાલવામાં તકલીફ પડતી હોય જેથી પાવડાથી ધોરીયો કરવાનું સારૂ નહી લાગતા ઊંધો પાવડો તથા ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ લખાઈ છે.
જાણવા મળ્યા મુજબ ફરિયાદી રાજુબેન અરવિંદભાઈ માવજીભાઈ સોલંકી (અનુ.જાતિ ઉવ.૪૫) રહે.ચન્દ્રપુર માર્કેટયાર્ડ પાસે વાળાએ ફરિયાદ લખાવી છે કે બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે ઘરની થોડે દુ૨ નગરપાલીકાનો પાણીનો વાલ આવેલ છે ત્યા પાણી નીકળતુ હોય જેથી ચાલવાની તકલીફ પડતી હોય જેથી પોતે પાવડો લઈને ધોરીયો કરતી હતી ત્યારે તેમના લતામાં રહેતો હકાભાઈ ઉર્ફે મુંગો હિરાભાઈ પરમાર ત્યાં આવી ઉગ્ર સ્વભાવમા ઉ-ઉ કરતો હતો જેથી તે શુ કહેવા માંગતો હતો ? તે કાંઈ ખબર ન પડેલ. આ હકાભાઈ ઉર્ફે મુંગો હિરાભાઈ પરમાર જે મુંગો છે તેણે ફરિયાદીને ધક્કો મારી પાડી દિધેલ અને રાડારાડી કરતા ત્યા તેનો મોટો ભાઈ જે પણ મુંગો છે તે બંને ભાઈ ઢીકાપાટુનો મુંઢ માર મારવા લાગેલ અને આ વખતે આ હકાભાઈ ઉર્ફે મુંગો હિરાભાઈ ત્યા બાજુમા પડેલ પાવડો લઈ ઉંધો માથાના ભાગે કપાળે મારી દિધેલ જેથી કપાળમા લોહી નીકળતા રાડારાડી કરતા ત્યાં આજુબાજુ વાળા ત્યા આવી ગયેલ. વાંકાનેર સરકારી દવાખાને સારવારમાં લઈ ગયેલ ત્યાં ફરજ ઉપરના ડોકટર સાહેબે જોઈ તપાસી કપાળે ટાંકા લીધેલ અને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરેલ…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો