વાંકાનેર: તાલુકાના નવા રાજાવડલામાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી એક શખ્સને હાથનું કડું મારતા દવાખાનામાં દાખલ થવું પડયું અને છ ટાંકા લેવા પડયા છે.
આ બનાવમાં બકાલુ વેચવાનો ધંધો કરતા નવા રાજાવડલાના અશ્વિનભાઈ હકાભાઈ સોલંકી (ઉ.વ.૩૬) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે ગઈ તા.૦૬/૦૫/૨૦૨૪ ના
સાંજના નવા રાજાવડલા ગામે હનુમાનજીના મંદીર પાસે ચોકમા પોતે તથા તેમના ઓળખીતા વિજુભાઈ સતરોટીયા, ભરતભાઈ માનસીંગભાઈ સતરોટીયા, ધીરૂભાઈ ગોવિંદભાઈ સેટાણીયા તથા મનજીભાઈ ઉકાભાઈ સીપરીયા એમ બધા બેઠા હતા ત્યારે ત્યાંથી નવા રાજાવડલાના દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા
નીકળેલ જેની સાથે અગાઉ બે મહિના પહેલા હનુમાનજીના મંદીર પાસે ઉભા રહેવા બાબતે બોલાચાલી થયેલ પણ ઘરમેળે સમાધાન થઈ ગયેલ, તે બાબતનો ખાર રાખી ગાળો બોલવા લાગતા ના પાડતા તેણે ફરિયાદીને તેના હાથમાં પહેરેલ કડુ માથાના ભાગે મારી દીધેલ તથા ત્યાં પડેલ લાકડાનો ધોકો લઈ માથાના
ભાગે મારી દીધેલ. લોહી નીકળવા માંડતા ૧૦૮ મા ફોન કરેલ પણ વાર લાગે તેમ હોય જેથી ફરિયાદીના કાકા ભુપતભાઈ રવજીભાઈ સોલંકી તથા તેમનો દીકરો અનિલભાઈ ભુપતભાઈ સોલંકી સાથે મોટર સાયકલમા બેસાડી વાંકાનેર આવતા હતા ત્યારે રસ્તામાં ૧૦૮ સામે મળતા તેમા બેસાડી સારવારમાં વાંકાનેર
હોસ્પિટલમાં દાખલ કરેલ. માથાના ભાગે ઈજા થતા છ ટાંકા લીધેલ છે અને અમારે સમાધાનની વાત ચાલતી હતી પરંતુ સમાધાન ન થતા ફરિયાદી તથા હર્ષદભાઈ જયંતીભાઈ સોલંકી અને અશોકભાઈ મોહનભાઈ સોલંકી રહે. રાજાવડલા વાળા સાથે સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા આવેલ, આ મારામારી કરનાર આરોપી સામે ધોરણસર થવા ફરીયાદ થયેલ હોઈ પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે
દેશી દારૂ સાથે:
(1) નવા પંચાસરના નાગજી રણછોડભાઈ પનારા (2) તીથવા ધાર વિસ્તાર સોનલબેન મનાભાઇ જખાણીયા (3) તીથવા ધાર વિસ્તાર રાધિકાબેન બચ્ચુભાઇ જખાણીયા અને (4) તીથવા ધાર વિસ્તાર મનોજ લખમણભાઇ સીતાપરા પાસેથી દેશી દારૂ મળી આવતા કાયદેસર પોલીસ કાર્યવાહી