ધારીયા-પાઇપ જેવા ઘાતક હથિયારો ઉડયા
બંને જૂથના મળી છ રાજકોટ દવાખાનામાં
વાંકાનેર: તાલુકાના તિથવા ગામ ખાતે આજરોજ બુધવારે વહેલી સવારે બે ભરવાડ જૂથો વચ્ચે સશસ્ત્ર જુથ અથડામણ સર્જાઇ હતી, જેમાં બંને જૂથોના ત્રણ-ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે, હાલ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ શરૂ કરી છે. ઝઘડાનું કારણ હાલ જાણવા મળેલ નથી…
બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે આજરોજ બુધવારે વહેલી સવારે ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે બે જુથો કોઇ કારણોસર એકઠા થયા હોય, દરમ્યાન માથાકૂટ સર્જાતા બંને જુથો વચ્ચે ધારીયા-પાઇપ જેવા ઘાતક હથિયારો વડે સશસ્ત્ર જૂથ અથડામણ સર્જાય હતી, જેમાં એક જુથના ૧). સહદેવભાઈ સાધુભાઈ ફાંગલીયા, ૨). નિકુલભાઇ સહદેવભાઈ ફાંગલીયા અને ૩). કમલેશભાઈ સહદેવભાઈ ફાંગલીયા (રહે. ત્રણેય તિથવા)ને ઇજાઓ પહોંચી હતી,..
જ્યારે સામા પક્ષે ૧). છગનભાઈ હીરાભાઈ બાંભવા, ૨). મોનાભાઈ હીરાભાઈ બાંભવા, ૩). ભરતભાઈ હીરાભાઈ બાંભવા (રહે. ત્રણેય મહાવીર સોસાયટી વાંકાનેર)ને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જેથી હાલ આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે…