કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમરાપરમાં 30 જેટલા સીસીટીવી કેમેરા લાગશે

સતાપરના મહિલા સરપંચને પદેથી દુર કરાયા: ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચર બનાવ્યા હતા

વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર ગામમાં સીસીટીવી કેમેરા મુકવા માટે મંજૂરી મળી હોવાની માહિતી મળી છે.

જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ટંકારા તાલુકાના અમરાપર ગામે વિકાસને સ્થાન મળી રહ્યું છે જેમાં પાયાની પ્રાથમિક સુવિધામાં રોડ રસ્તા પાણી લાઈટ ગટરના વિવિધ કામો મોટાભાગના થઈ ચૂક્યા છે અને જે તે બાકી છે તેને વિવિધ યોજનાઓમાં સ્થાન અપાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. હાલ આજના આધુનિક યુગમાં જરૂરી સીસીટીવી કેમેરા છે,

જેથી ગ્રામ્ય વિસ્તાર અમરાપર પણ સીટી જેવું સ્થાન મેળવે તેવા હેતુથી દરેક વોર્ડ વાઇસ મુખ્ય માર્ગો પર 30 જેટલા સીસીટીવી કેમેરાને મંજૂરી મળી ગઈ છે અને આઝાદી બાદ સૌ પ્રથમ વખત જરૂરત મંદ વ્યક્તિઓને ઘરના ઘરની યોજના જે ગ્રામ્ય વિસ્તારમાં 100 વાર પ્લોટથી લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે, તે સૌ પ્રથમ વખત સાડા છ વીઘામાં સિત્તેર પ્લોટને પણ મંજૂરી મળી છે. જેથી સમગ્ર અમરાપર ગામના સર્વે જ્ઞાતિના લોકોમાં ખુશી અનુભવી રહ્યા છે

વાંકાનેરના સતાપર ગામે મહિલા સરપંચે પોતાના પતિ અને પોતાના સાવકા પુત્રના નામે ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચર બનાવ્યા હતા અને નાણાનું ચુકવણું કર્યું હતું આ સમગ્ર બનાવની જાણ મોરબીના ડીડીઓ ડી.ડી.જાડેજાને થતા તેમણે સત્વરે આ બાબતે કડક પગલાં લીધા હતા અને મહિલા સરપંચને ગ્રામ પંચાયતના સરપંચ પદેથી દૂર કર્યા હતા

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના સતાપર ગ્રામ પંચાયતના સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદિયાએ તેમના પતિ રમેશભાઈ કેશાભાઇ ગણાદિયાનાં નામે કુલ ૦૪ કામો માટે તેમજ તેમના સાવકા પુત્ર અજયભાઈ રમેશભાઈ ગણાદિયાના નામે કુલ ૦૫ કામો માટે વાઉચરો બનાવીને નાણાનું ચુકવણું કરેલ હતું. આ પ્રકારે સરપંચ જીલુબેને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાનું નાણકીય હિત સાધેલ હોય, ફરજ બજાવવામાં દુર્વર્તન આચર્યું હતું. સમગ્ર બનાવની જાણ મોરબીના જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાને થતા તેમણે કડક પગલાં લીધા હતા અને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળ જીલુબેન રમેશભાઈ ગણાદિયાને સતાપર ગ્રામ પંચાયતના સરપંચ પદેથી દૂર કર્યા હતા.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!