મોરબીની પંચાસર ચોકડી પાસે અકસ્માત સર્જાતા બાકરોલીયા મિલનવાળા પરિવાર બાળકીનું મોત નીપજ્યું હતું
વાંકાનેર: મોરબીની પંચાસર ચોકડી પાસે થોડા દિવસો પહેલા રાત્રીના સમયે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં સીએનજી સુપર કેરી વાહન સાથે વેગનાર કાર અથડાઇ હતી; ત્યારે આમરણ ગામે ઉર્ષમાંથી પરત રાજકોટ જતા મુસ્લીમ પરિવારની છ વર્ષની બાળકીનું મોત નિપજયુ હતું, જેની ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે.


જાણવા મળતી મળતી માહિતી પ્રમાણે મોરબીની પંચાસર ચોકડી નજીક થોડા દિવસો પહેલા રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટના મુસ્લીમ પરીવારના સીએનજી સુપર કેરી વાહન નંબર જીજે ૩ બીડબલ્યુ ૭૩૧૨ ની સાથે વેગનાર કાર જીજે ૩૬ એસી ૬૪૮૨ અથડાઇ હતી જેથી કરીને સારીન ઈરફાનભાઇ હસનભાઈ બાકરોલિયા જાતે મુસ્લિમ (૬) રહે. રાજકોટ રસુલપરા કોઠારીયા સોલ્વન્ટ નજીક ગોંડલ ચોકડી (મૂળ તીથવાના) નામની બાળકીનું મોત નીપજ્યું હતું અને અન્ય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.

ત્યાર બાદ અકસ્માતના આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને રાજકોટના નિજામુદીન હસનભાઇ બાકરોલીયા જાતે મુસ્લીમ (૪૩)એ વેગનાર કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ હતી, જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી બળભદ્રસિંહ ગણુભા ઝાલા જાતે દરબાર (૩૫) રહે પંચાસર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આરોપીના સસરાની તબિયત ખરાબ હોવાથી તે પંચાસરથી મોરબી આવતા હતા, ત્યારે અકસ્માતનો બનાવ થયો હતો અને તેમાં બાળકીનું મોત નીપજયું હતુ.
