ખેવારિયા અને સજનપર વાળાને પકડવાના બાકી
ટંકારા: તાલુકાના હરીપર (ભુ ) ના કારખાનેદારે નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા અને તેની ટીમે મહિલા આરોપી દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઈ જાદવ (34) તથા તેના પતી રમેશભાઈ કાળુભાઈ જાદવ (45) રહે. બંને ટંકારા, 
સંજયભાઈ ભિખાલાલ ડારા (24) રહે. ખેવારિયા મોરબી અને હાર્દીક કિશોરભાઈ મકવાણા (27) રહે. નાની વાવડી મોરબી વાળાની ધરપકડ કરેલ છે. અને આ ગુનામાં હજુ રુત્વિકદિનેશભાઇ રાઠોડ રહે. ખેવારિયા મોરબી અને રણછોડભાઈ ભીખાભાઈ કરોતરા 
રહે. સજનપર વાળાને પકડવાના બાકી છે અને પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે પાંચ લાખ રોકડા, પાંચ મોબાઈલ ફોન અને એક ગાડી મળીને કુલ 8.25 લાખનો મુદામાલ કબજે કરેલ છે…
