વાંકાનેર સીટી પોલીસે હિટાચી મશીન કબ્જે કરેલ હતું
મોરબી:વાંકાનેરમાં કામે જપ્ત કરવામાં આવેલ હિટાચી મશીનને છોડવા માટે હાઇકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો હતો અને સોલવંશી જામીન મોરબીની કોર્ટમાં રજૂ કરવાના હતા જોકે, આરોપીને ખોટું સોલવંશી જામીન હોવાની જાણ હોવા છતાં તે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યું હતું અને તે અંગેની જાણ અધિકારીને થઈ જતા કોર્ટમાં ખોટું સોલવંશી રજૂ કરવા બદલ ત્રણ શખ્સોની સામે મોરબી સીટી બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેના ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2022 માં હિટાચી મશીન કબજે કરવામાં આવ્યું હતું અને આ હિટાચી મશીનને મુક્ત કરવા માટે હાઇકોર્ટમાંથી તા 6/2/2023 ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો અને 10,60,759 નું સોલવંશી સર્ટી રજૂ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે રાજુભાઈ બુટાભાઈ ફાંગલીયા (42) રહે. મોરથળા તાલુકો થાન વાળાએ હિટાચી મશીન છોડાવવા માટે હાઇકોર્ટના હુકમ મુજબ મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં સોલવંશી સર્ટી રજૂ કરવાનું હતું. જે સોલવંશી સર્ટી રજૂ બોગસ બનાવીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું.

આ અંગેની આરોપીને જાણ હતી તો પણ તેને સોલવંશી સર્ટી ખરા તરીકે ઉપયોગ કરીને કોર્ટમાં રજૂ કર્યું હતું જેથી કરીને હાલમાં આ બાબતે બી ડિવિઝન ખાતે કોર્ટના લેખિત હુકમ પછી દિનેશભાઈ ભાણજીભાઈ વાઢેર (47) રહે. એ-404 શાંતિપથ રેસીડેન્સી મુઠીયા નરોડા અમદાવાદ, રાજુભાઈ બુટાભાઈ ફાંગલીયા (42) રહે. મોરથળા તાલુકો થાન અને દેવેન્દ્રભાઈ નાથાભાઈ પંડ્યા રહે, ઓઢવ અમદાવાદ તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલેખનીય છે કે, હાઇકોર્ટમાંથી હિટાચી મશીન છોડવા માટે સોલવંશી જામીન રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જેથી હિટાચીના માલિક દ્વારા તેના વકીલ જય એમ. પરીખ મારફતે દિનેશભાઈ ભાણજીભાઈ વાઢેર (47) રહે. અમદાવાદ વાળાનો નાયબ મામલતદાર સીટી તાલુકા અમદાવાદ દ્વારા તેમજ સર્કલ ઓફિસર તાલુકા સીટી નરોડાની સહી વાળો દારપણાનો દાખલો તા 2/3/2023 ના રોજ સિટી મામલતદાર અમદાવાદ દ્વારા કરવામાં આવેલ હોવાનું જણાવીને તેના ઉપર સર્કલ ઓફિસર તાલુકા સીટીના સિક્કો અને સિટી મામલતદાર અમદાવાદનો અશોક ચિહ્નવાળો રાઉન્ડશીલ મારીને દાખલો તૈયાર કરવામાં આવ્યો હતો. તે બોગસ દાખલો વાહનના માલિક રાજુભાઈ ફાંગલીયા દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આ સોલવંશી સર્ટીની ખરાઈ કરવામાં આવતા સિટી મામલતદાર અસારવા અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી અસારવા તાલુકા સેવાસદન દ્વારા આવો કોઈ દાખલો ઇશ્યૂ કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું.

જેથી કોર્ટમાં ખોટું સોલવંશી સર્ટી રજૂ કરવામાં આવતા આ ગુનામાં તપાસ અધિકારીએ આરોપી નિતિનભાઈ ડાયાભાઇ પટેલ (61) ધંધો જમીનગીરીમાં પડવું રહે. હાલ ગીતા મંદિર એસટી બસ સ્ટેશન પાસે ફૂટપાથ ઉપર અમદાવાદ મૂળ દર્શ એપાર્ટમેંટ શાસ્ત્રીનગર શાકમાર્કેટ પાસે અમદાવાદ તેમજ પ્રવીણ રઘુભાઈ પંડ્યા (ધામેલ) (55) ધંધો વકીલ સાથે મદદ હાલ રહે. સ્વિમન પાર્ક નોબલનગર સરદારનગર પાસે અમદાવાદ મૂળ રહે ખાટકીવાસ પાસે સાયલા વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
