ટંકારા: તાલુકાના મીતાણા ગામે ક્રિકેટ મેચ પર જુગાર અંગે ત્રણ જણા સામે પોલીસ કાર્યવાહી થઇ છે….
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ (1) કિશનભાઇ મગનભાઇ વાંક (2) સાગર લાખાભાઇ બસિયા અને (3) વિક્રમ જેઠાભાઇ બસિયા રહે. બધા મિતાણા સામે એકબીજા સાથે મેળાપીપણુ કરી આરોપી નંબર ૧, નાઓ જાહેર સ્થળ ઉપર તાજેતરમાં TATA IPL સીરીઝ ચાલતી હોય જેમાં SRH & DC ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર મેચનું મોબાઇલ ફોનમાં ક્રીકેટ લાઇન ગુરૂ એપ્લીકેશન ઉપર લાઇવ ક્રીકેટ મેચનો
સ્કોર બોર્ડ જોઇ લાઇવ પ્રસારણ જોઇ ક્રિકેટ મેચ ઉપર રન ફેરનો જુગાર રમી રમાડી રન થાય ન થાય તેના ઉપર પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડી રન ફેરની કપાત આરોપી નં.૨ તથા ૩ ને મોબાઈલ ફોન ઉપર કરાવી ક્રીકેટ સટાનો જુગાર રમતા આરોપી નં.૧ રન ફેરના આંકડા લખેલ ડાયરી તથા રોકડ રૂપીયા ૧૮૦૦/- તથા મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૧૧,૦૦૦/- મળી કુલ કિ. રૂ.૧૨,૮૦૦/- મુદામાલ સાથે પકડી ગુન્હો જુ.ધા કલમ ૧૨ (અ) મુજબ નોંધાયો છે…