પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ બાતમીના આધારે ભલગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર


સફેદ કલરનો શર્ટ તથા કાળા કલર જેવુ પેન્ટ પહેરી ઉભેલા નેકમામાદ ઇબ્રાહીમભાઈ ભટ્ટી/મીંયાણા (ઉ.વ. ૬૬) રહે. વાંકાનેર મીલપ્લોટ, ફારૂકી મસ્જીદની પાછળ વાળાને


તપાસતા તેના પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટનો એક લોંખડનો કટો મળી આવેલ જેથી પોતાના કબજામાં પરવાના વગર હથિયાર રાખવા બદલ કટ્ટો જેની કિંમત રૂ.૫૦૦૦/- ગણી

આર્મ્સ એકટ કલમ-૨૫(૧- બી),(એ), તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે.

પોલીસ સ્ટેશનેથી
ટ્રાફિક નિયમના ભંગ:
(1) ભાટિયા સોસાયટીના ભરત રમણીકભાઇ પરમાર (2) રાતડીયાના રામાભાઇ જશાભાઇ ઝાપડા (3) મહિકાના ગોપાલ સુખાભાઈ મુંધવા (4) ગાયત્રી મંદિર વાંકાનેર પાસે રહેતા વનરાજ લખમણભાઈ મુંધવા અને (5) કુંભારપરામાં રહેતા અજિત રમેશભાઈ પાલાણી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
સ્ટાર પ્લાઝા પાસે રાત્રીના:
વાંકાનેર ચંદ્રપુર હાઇવે નાલા પાસે આવેલ સ્ટાર પ્લાઝા પાસે રાત્રીના દુકાનોની આસપાસ શંકાસ્પદ રીતે આંટાફેરા કરતા જીનપરા શેરી નં 12 માં રહેતા મહેશ બાબુભાઇ ઝખવાડીયાને પોલીસ ખાતાએ પકડેલ છે…
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું