બાળકિશોર સાથે બે જણાની ધરપકડ
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના ઝાપા પાસેથી બાઈક નંબર જીડે ૧૩ એકજી ૧૬૧૭ પસાર થઈ રહ્યુ હતુ જે બાઈકને રોકીને ચેક કરવામાં આવતા બાઈક ઉપર જઇ રહેલા શખ્સ પાસેથી ૬૦ લીટર દેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હોય ૧૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂ
તથા દસ હજાર રૂપિયાની કિંમતની બાઈક અને ૪૫૦૦ રૂપિયાની કિંમતમાં બે મોબાઇલ કોન આમ કુલ મળીને ૧૫,૭૦૦ ના મુદ્દા માલ સાથે બેચરભાઈ હીરાભાઈ સોલંકી (૪૦) રહે મેઘપર ઝાલા વાળાની ધરપકડ કરેલ છે, તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર પણ મળી આવ્યો હોય પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ