કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

15 માર્ચથી 9 જેટલી ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ઓપરેટ

મુસાફરી કરતા પહેલા આ ફેરફારનું ધ્યાન રાખશો

વાંકાનેર: પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂરી કરવાનો ટાર્ગેટ છે. ત્યારે હવે કામગીરી શરૂ થવાની છે. જેથી આગામી 15 માર્ચથી 9 જેટલી ટ્રેનો હવે સાબરમતી સ્ટેશનથી ઓપરેટ કરવામાં આવશે. તે ઉપરાંત અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ, અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ અને અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ હવે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી ઉપડશે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

અમદાવાદ સ્ટેશનથી ઉપડતી સ્વર્ણ જ્યંતિ રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ-લખનૌ એક્સપ્રેસ, અમદાવાદ- વારાણસી એક્સપ્રેસ, અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ, અમદાવાદ-સુલતાનપુર એક્સપ્રેસ અને અમદાવાદ- કટરા એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી ઓપરેટ કરાશે. ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડનારી ટ્રેનો હવે અમદાવાદ કે સાબરમતી સ્ટેશન પર રોકાશે નહીં પરંતુ ચાંદલોડિયા થઈને દોડશે.

આ ટ્રેનોમાં મુસાફરી કરનારા મુસાફરો ચાંદલોડિયાથી પણ ટ્રેનમાં બેસી શકશે. હાલમાં, કાલુપુર રેલ્વે સ્ટેશન પર 200થી વધુ ટ્રેનોનું સંચાલન થાય છે અને દિવસ દરમિયાન અમદાવાદ સ્ટેશન પરથી 100થી વધુ માલગાડીઓ પસાર થાય છે. જેના કારણે અમદાવાદ સ્ટેશને અનેક પેસેન્જર ટ્રેનોને યાર્ડમાં રોકવી પડે છે. કાલુપુર સ્ટેશન પરનો ભાર ઓછો કરવા માટે સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનને ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતની ટ્રેનો સાબરમતી અને ગાંધીનગર સ્ટેશનથી દોડશે. આ ફેરફારથી ટ્રેનોના નામમાં પણ ફેરફાર થશે. ઉદાહરણ તરીકે અમદાવાદ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ હવે સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ તરીકે ઓળખાશે. આ સ્ટેશનો પરથી ટ્રેનોની જાળવણી પણ અમદાવાદને બદલે સાબરમતી અને ગાંધીનગર ખાતે શિફ્ટ કરવામાં આવશે જેના કારણે પિટ લાઇન સહિતની જાળવણીની સુવિધાઓમાં વધારો થશે.
વધુ વિગત નીચે મુજબ છે….

12957 Sabarmati to New Delhi Rajdhani ExpressApril 77:05 pm
19401 Sabarmati to Lucknow ExpressApril 110:05 am
19407 Sabarmati to Varanasi ExpressMarch 2810:00 pm
19409 Sabarmati to Gorakhpur ExpressMarch 2810:05 am
20939 Sabarmati to Sultanpur ExpressMarch 268:20 am
19415 Sabarmati to Mata Vaishnodevi Katra ExpressMarch 318:45 pm
22957 Gandhinagar to Veraval Superfast ExpressApril 29:55 pm
19223 Gandhinagar to Jammutavi ExpressApril 211:20 am
19119 Gandhinagar to Veraval ExpressMarch 1610:35 am

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!