યોગ્ય ગુણવત્તા જાળવવા જી.પંચા. સદ્સ્યનો અનુરોધ
વાંકાનેર: તાલુકાના બે મોટા ગામો અરણીટીંબા અને પીપળીયારાજ ને જોડતા મુખ્ય માર્ગ પર ડામર કામગીરી શરૂ કરવામાં આવી છે.


જિલ્લા પંચાયતના સભ્યશ્રીના પ્રતિનિધિ ઈસ્માઈલ બાદી સ્થળ પર હાજરી આપી કામની માહિતી મેળવી અને યોગ્ય ગુણવત્તા સાથે કામ થાય તેવી સ્પષ્ટ સૂચના આપી હતી સ્થાનિક લોકો માટે આ માર્ગના વિકાસથી મુસાફરી વધુ સુગમ બનશે અને ગામોના જોડાણમાં સરળતા આવશે.
