હોળી કરવા ગયેલા ખાનપરના યુવાન સાથે ઘટેલી ઘટના
વાંકાનેર: જામનગરમાં વામ્બે આવાસમાં પોતાના સાસરે હોળી કરવા માટે ગયેલા જમાઈને હૈયા હોળી થઈ છે, અને
તેના સસરા-સાસુ તેમજ સાળાએ માથામાં બેટ ફટકારી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
મારી પુત્રી જામનગર આંટો દેવા આવે ત્યારે તમારે ૫,૦૦૦ રૂપિયા સાથે આપવાના, પરંતુ તેની સગવડ ન હોવાથી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે વાંકાનેર નજીક ખાનપર ગામના વતની પ્રવીણ રમેશભાઈ સરવૈયા (૨૪ વર્ષ) કે જે વામ્બે આવાસના આઠ માળીયા બિલ્ડિંગમાં રહેતા
પોતાના સસરા ધીરુભાઈ ધરજીયાને ઘેર હોળીના તહેવારને લઈને ગયો હતો, અને પોતાની પત્નીને સાથે લઇ ગયો હતો.
દરમિયાન તેના સાસુ ભાનુબેન, સસરા ધીરુભાઈ તથા સાળા અનિરુદ્ધભાઈએ પૈસા વાપરવાના લઈ આવવા બાબતે તકરાર કરી હતી. અમારી પુત્રી જામનગર જ્યારે આંટો દેવા આવે, ત્યારે તમારે તેના હાથમાં ૫,૦૦૦ રૂપિયા વાપરવા માટે આપવાના તેમ કહ્યું હતું. પરંતુ
જમાઈ પ્રવીણભાઈ પાસે તેટલી સગવડ ન હોવાથી પૈસા આપવાની ના પાડતાં ત્રણેય શખ્સો ઉસકેરાઈ ગયા હતા, અને જમાઈ પર હુમલો કરી દીધો હતો, અને ક્રિકેટ રમવાનું બેટ માથામાં ફટકારી ઈજા પહોંચાડી હતી. જમાઈ દ્વારા સાસુ- સસરા અને સાળા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઈ છે. પીએસઆઈ એન.પી. જોશી વધુ તપાસ ચલાવે છે…
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું