રાજકોટ: વાંકાનેરના અદેપરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં વૃધ્ધની દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા માર પડયાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ અદેપરમાં રહેતાં ગોરધનભાઇ નરસીભાઇ બાવળવા (ઉ.વ.૬૦) પર સાગર અને મુળાભાઇએ ધોકાથી હુમલો કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સી. જે. ઝાલાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
ગોરધનભાઇની દિકરીની અગાઉ સાગરે છેડતી કરી હોઇ તે બાબતે ઠપકો આપતાં તેણે ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યાનું જણાવાયું હતું.
પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.