વાંકાનેર તાલુકાના પાંચ અને ચોટીલા તાલુકાના બે સામે ગુન્હો દાખલ
વાંકાનેર: તાલુકાના ભલગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે ટાટા સુમો અને બોલેરોમાં કેફી પ્રવાહી લીટર ૬૦૦ કિંમત.રૂ. ૧,૨૦,૦૦૦/-નો કુલ કિંમત રૂ.૬,૭૦,૦૦૦/-ના મુદામાલ સાથે વાંકાનેર તાલુકાના ગુંદાખડાના ત્રણ અને સતાપ૨ના બે તથા ચોટીલા તાલુકાના બે મળી કુલ સાત સામે ફરિયાદ નોંધી છે….
જાણવા મળ્યા પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી બાતમી મળેલ કે, ભલગામ ગામની સીમમા આવેલ નર્મદા કારખાનાથી આગળ ચામુંડાનગર તરફ જતા રસ્તે બોરીયાના કાંઠા પાસે કાચા સીમ રસ્તે એક બોલેરો કાર નંબર ૦૯૬૩ વાળી દેશી દારૂ લેવા માટે આવનાર છે આથી વોચ ગોઠવી આરોપી (1) રાજુભાઈ દડુભાઈ જળુ (ઉ.42) રહે. સાલખંડા, તા. ચોટીલા વાળાએ પોતાના
હવાલાવાળી ટાટા સુમો ગોલ્ડ ગાડી રજી નંબર GJ-01-RG-2043 ની કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/- વાળી તથા આરોપી નંબ૨ (૨) વિહાભાઈ માધાભાઈ સાપરા (ઉ. 35) રહે. ગુંદાખડા, તા. વાંકાનેર વાળાએ પોતાના હવાલા વાળી મહીંદ્રા કંપનીની ઠાઠાવાળી બોલેરો રજી નંબર GJ-03-BT-0963 ની કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/- વાળીમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર ૬૦૦ કી.રૂ. ૧,૨૦,૦૦૦/-નો રાખી કેફી પ્રવાહીની હેરાફેરી કરતા મળી આવી કુલ કિંમત રૂ.૬,૭૦,૦૦૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન હાજર મળી
આવી તેમજ આરોપી નંબર (૨) થી (૬) (2) વિહાભાઈ માધાભાઈ સાપરા (ઉ. 35) રહે. ગુંદાખડા, તા. વાંકાનેર (3) મનસુખભાઈ ઉર્ફે ટાલો કેશાભાઈ ગણાદીયા (ઉ.40) રહે. સતાપર, તા. વાંકાનેર (4) ભગવાનભાઈ સોમાભાઈ સરવૈયા (ઉ.32) રહે. ગુંદાખડા, તા. વાંકાનેર, (5) વિનુભાઈ કારાભાઈ સરવૈયા (ઉ. 45) રહે. ગુંદાખડા, તા. વાંકાનેર (6) રાજુભાઈ ખીમાભાઈ ગણાદીયા (ઉ.42) ગામ. સતાપ૨, તા. વાંકાનેર વાળાએ દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવા માટે મજુરી કામે આવી રેઈડ દરમ્યાન પકડાઈ જઈ તેમજ આરોપી નંબર (૭) સંજયભાઈ ઉર્ફે દલો નરશીભાઈ મકવાણા ગામ. નાળીયેરી, તા. ચોટીલાવાળા એ
આ કામના આરોપી નંબર (૧) નાઓ પાસેથી પકડાયેલ દેશી દારૂનો જથ્થો મંગાવી હાજર નહી મળી આવી તમામ ઇસમોએ ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કરી ગુન્હો.પ્રોહી એકટ કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબ પોલીસ ખાતાએ નોંધેલ છે આ કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના આર્મ લોક રક્ષક શક્તિસિંહ દીલીપસિંહ પરમાર, એ.એસ.આઈ. ક્રિપાલસિંહ વનરાજભાઈ ચાવડા, પો.કોન્સ.અશ્વિનકુમાર પ્રકાશભાઈ રંગાણી, સામત ભાઈ રાયધનભાઈ છુછીયા તથા રાજેશભાઈ ફુલાભાઈ પલાણી દ્વારા કરવામાં આવી હતી…