કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ICICI બેંક (ઢુવા)ના આસી. મેનેજરને હાર્ટ એટેક

નવાપરામાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં કામ સબબ આવેલા ઢુવા બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજરને ત્યાં હાર્ટ એટેક આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં રહેતા અને આઈસીઆઈસીઆઈ બેંકની ઢુવા બ્રાન્ચમાં આસિસ્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ધવલભાઇ અતુલભાઇ સુરાણી (૨૪) નામનો યુવાન કામ સબબ મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ આઇસીઆઇસીઆઇ બેન્ક ખાતે આવ્યો હતો, અને ત્યાં તે યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો; જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.

ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલા આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, ત્યાં ચાલુ સારવાર દરમિયાન ધવલભાઇ અતુલભાઇ સુરાણીનું મોત નીપજયું હતું અને આ અંગે મૃતક યુવાનના કાકા ભાવેશભાઈ સુરાણી તથા આયુષ હોસ્પિટલના ડોક્ટર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાર્ટ એટેકથી જ યુવાનનું મોત નીપજયું છે અને મૃતક યુવાનની સગાઈ થઈ ગયેલ હતી. અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.

નવાપરામાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરના પંચાસર રોડ ઉપર આવેલ નવાપરામાં રામકૃષ્ણનગર હનુમાનજીમંદીર પાસે રહેતા એક યુવતીએ આપઘાત કરી લીધો છે.

જાણવા મળ્યા મુજબ અહીંના રીતીશા અજયભાઇ રીબડીયા ઉ.18 નામની યુવતીએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. તપાસ કરી રહેલા નારણભાઇ લાવડીયાએ જણાવ્યું હતું કે માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા આ પગલું ભર્યું હતું.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!