રૂપિયા વીશ હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો
વાંકાનેર: તાલુકાના કાછિયાગાળા ગામ ખાતે નવ દિવસ પહેલા વીજળી પડવાથી એક પશુ ( ભેંશ ) નું મૃત્યુ થયું હતું, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા મૃતક પશુના માલિકને સરકારી ધારાધોરણ મુજબ રૂપિયા વીશ હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો…
આ બાબતે મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે ગત તારીખ. ૦૭/૦૫/૨૦૨૫ ના રોજ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે આકાશી વીજળી પડવાથી કાછીયાગાળા ગામના પશુ માલિક ગોપાલભાઈ મૈયાભાઈ પરમારના પશુ – ૧ ( ભેંશ ) પર વીજળી પડવાના કારણે મૃત્યુ થયું હતું. જેથી આ મામલે તાલુકા પંચાયત દ્વારા સરકારી ધારાધોરણ મુજબ ૨૨૪૫ ( કુદરતી આફતો) રૂપિયા રૂ. ૨૦,૦૦૦/- અંકે રૂપિયા વીસ હજારની સહાયનો ચેક બનાવના માત્ર નવ દિવસમાં જ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા તાલુકા પંચાયત ખાતે ગોપાલભાઈ મૈયાભાઈ પરમારને અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ સોલંકી અને તાલુકા પંચાયત સ્ટાફ હાજર રહ્યા હતા…