અમરાપરમા બનશે પંચાયત ઓફિસ
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.


જે અન્વયે સ્વ. હિતેન્દ્રસિંહના વાલી વારસદારને તેમના પત્નિ ગં.સ્વ. શોભનાબા હિતેન્દ્રસિંહ ઝાલાના નામનો ચેક જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.
અમરાપરમા બનશે પંચાયત ઓફિસ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ પંચાયત કાર્યાલય ફ્રેમ સ્ટ્રક્ચરના બાંધકામ માટે ટેન્ડર મંગાવાયા છે, પેકેજ નં. Rpc-1/mrb/gp/2025-26/p.08 હેઠળ Cdp-5 તા. ટંકારા જિ. મોરબી અમરાપર ટોળ ગામ, ઘુનાડા ખા ગામ, નાના ખીજડિયા ગામ. આ ટેન્ડરની છેલ્લી તારીખ 25/09/2025 છે, એસ્ટીમેન્ટ 8233472 રૂપિયા, ડિપોઝીટ 83000 રૂપિયા છે…