કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દિગ્વિજયનગરના ઝાલા પરિવારને 8.61 લાખની સહાય

મોરબી પોલીસ પરિવારનો માનવતાસભર અભિગમ

વાંકાનેર: ફરજ દરમિયાન અકાળે અવસાન પામેલા પોલીસ કર્મચારીના પરિવારને સહાયરૂપ થવા માટે મોરબી જિલ્લા પોલીસ પરિવારે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સ્વ. પ્રદીપસિંહ ધીરુભા ઝાલા (ઉંમર 42) રહે. પેડક દિગ્વિજયનગર)નું તાજેતરમાં કિડનીની ગંભીર બિમારીના કારણે દુઃખદ અવસાન થયું હતું. તેમના નિધનથી ઝાલા પરિવાર પર આકસ્મિક આર્થિક સંકટ આવ્યું હતું.
મોરબી જિલ્લા પોલીસ પરિવારે સ્વર્ગસ્થ પ્રદિપસિંહના પરિવારને આ કપરા સમયમાં મદદરૂપ થવા માટે એક સરાહનીય પહેલ કરી હતી. જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો.એકત્ર કરવામાં આવેલી કુલ રૂ. 8,61,311 (આઠ લાખ, એકસઠ હજાર, ત્રણસો અગિયાર) ની માતબર રકમનો ચેક સ્વર્ગસ્થ પ્રદીપસિંહના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.
પોલીસ પરિવારના આ માનવતાસભર પગલાથી માત્ર ઝાલા પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લા પોલીસની સંવેદનશીલતાની છાપ ઊભી થઈ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!