કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઓછામાં ઓછા બે કરોડ લોકોના મોત થશે

WHOના ચીફે આપી ભયાનક ચેતવણી, કોરોના કરતાં પણ ખતરનાક બીમારીના ભણકારા

કોવિડ-19 થી છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 70 લાખ લોકોના મોત થયા હતા, પરંતુ આંકડો આનાથી વધુ હોઈ શકે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ડો. ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે એક મોટી ચેતવણી આપી છે. વાત જાણે એમ છે કે, WHOના વડાએ કહ્યું છે કે, વિશ્વએ એવા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ જે કોવિડ કરતા પણ ઘાતક હશે.

એક રિપોર્ટ અનુસાર WHO ચીફે કહ્યું કે, આવનારા વાયરસથી ઓછામાં ઓછા 2 કરોડ લોકો માર્યા જશે. નોંધનીય છે કે, તાજેતરમાં ગ્લોબલ હેલ્થ બોડીએ જાહેરાત કરી હતી કે, કોવિડ-19 રોગચાળો હવે સ્વાસ્થ્ય કટોકટી નથી.

WHOના વડાએ જિનીવામાં તેમની વાર્ષિક હેલ્થ કોન્ફરન્સમાં કહ્યું કે, આવનારી મહામારીને રોકવાનો સમય આવી ગયો છે. આ માટે વાતચીતને આગળ વધારવાનો સમય છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સની બેઠકમાં WHOના વડાએ ચેતવણી આપી હતી કે, કોવિડ-19 રોગચાળો હજુ સમાપ્ત થયો નથી.

WHOએ 9 પ્રાથમિક રોગોની ઓળખ કરી
WHOના વડા ડો.ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કહ્યું કે, કોવિડ પછી અન્ય પ્રકારની બીમારીનો ખતરો હોઈ શકે છે, જે મૃત્યુનું કારણ બની શકે છે. તે કોવિડ કરતા ઘાતક હોઈ શકે છે અને તે વધુ ઘાતક સાબિત થશે. તેમણે ચેતવણી આપી હતી કે, વિશ્વએ આ માટે તૈયાર રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારના જોખમનો સામનો કરવા માટે બંધાયેલા રહેશે. WHO એ નવ પ્રાથમિક રોગોની ઓળખ કરી છે, જે જાહેર આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે.

એક ખાનગી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, તેમની સારવારની અછત અથવા રોગચાળો ફેલાવવાની તેમની સંભાવનાને કારણે તેને સૌથી જોખમી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, વિશ્વ કોવિડ -19 રોગચાળાના આગમન માટે તૈયાર નહોતું, જે એક સદીમાં સૌથી ગંભીર આરોગ્ય સંકટ તરીકે ઉભરી આવ્યું છે.

આવનારી મહામારી માટે તૈયાર: WHO ચીફ
WHOના વડાએ બેઠકમાં કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં કોવિડ-19એ આપણી દુનિયા બદલી નાખી છે. આમાં લગભગ 70 લાખ લોકોના મોત થયા હતા, પરંતુ આપણે જાણીએ છીએ કે આંકડો આનાથી વધુ હોઈ શકે છે, જે લગભગ 20 મિલિયન હશે. તેમણે કહ્યું કે જે ફેરફારો કરવા જોઈએ તે આપણે નહીં કરીએ તો કોણ કરશે? અને જો હવે ન બને તો ક્યારે. આવનારી મહામારી દસ્તક આપી રહી છે અને આવશે પણ. આપણે નિર્ણાયક, સામૂહિક અને સમાન રીતે જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ.

Content Copying Forbidden !!

error: Content is protected !!