કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટંકારામાં પિસ્તોલ, કાર્ટિસ, એરગન સાથે પકડાયો

ખીજડીયા ચોકડી પાસે ઘરમાંથી એકની ધરપકડ, બેની શોધખોળ

ટંકારામાં ખીજડીયા ચોકડી પાસે ઘરમાંથી એક પિસ્તોલ, કાર્ટિસ, એરગન વિગેરે મળી આવેલ છે જેથી એસએમસીની ટીમે એક શખ્સની ધરપકડ કરીને કુલ 41,830 નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં ટંકારા ખાતે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો છે…

મળેલ માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ લાઈનની બાજુમાં આવેલ ખીજડીયા ચોકડી પાસે મફતિયાપરા વિસ્તારમાં રહેતા રજાક ઉર્ફે કલ્લુ હસનભાઈ મકવાણાના મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરની અંદરથી ગેરકાયદે રાખવામાં આવેલ એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 25000 રૂપિયા પિસ્તોલ, 150 રૂપિયાનું એક કાર્ટિસ, 1000 રૂપિયાની એક એરગન, રોકડા 10,680 અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 41,830 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રજાક ઉર્ફે કલ્લું હસનભાઈ મકવાણા (37)

રહે. ખીજડીયા ચોકડી પાસે મફતિયાપરા ટંકારા વાળાની ધરપકડ કરેલ છે. દરમિયાન અલ્તાફ રહે. માળિયા મીંયાણા વાળાનું નામ સામે આવ્યું છે. જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજાક મકવાણા, અલ્તાફ અને અજાણ્યા શખ્સની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારાના પીઆઇને સોંપવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!