ટ્રેકટર લઇ વાડીએ જતા હતા
ત્રણ જણાએ ધારિયા, લાકડી, પાઇપથી ખેડૂતને ઇજા કરી
વાંકાનેર: તાલુકાના જોધપર ગામે અગાઉ વાડીમાં ઢોર ચરાવવાની ના પાડેલ હોય જેનો ખાર રાખી ખેડૂત ટ્રેકટર લઇ વાડીએ જતો હતો ત્યારે રસ્તામા ભેંસો તથા ઘેટાને માર્ગ આપવા માટે હોર્ન મારવા છતા ભેંસો તથા ધેટાને સાઇડમાં નહી કરતા ગાળાગાળી કરી ધારીયુ, લાકડી અને લોખંડનો પાઇપ મારી ઇજા કર્યાની ત્રણ જણા સામે ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ જોધપરના અકબરભાઇ વલીમામદભાઈ શેરસીયા (ઉ.વ.૩૯) એ ફરિયાદમાં લખાવેલ છે કે સવારના ઘરેથી ટ્રેક્ટર લઈને સીમમાં આડા માર્ગ વાળા રસ્તે વાડીએ જવા નીકળેલ હતો ત્યારે ઈસ્માઈલભાઈની વાડી પાસે રસ્તામાં આગળ અમારા ગામના વિપુલભાઈ છેલાભાઇ ટોળીયા તથા વિજયભાઇ ઉર્ફે ગાંડિયો છેલાભાઇ ટોળીયા ભેંસો તથા ઘેટા લઈને જતા હોય હોર્ન મારેલ, પરંતુ
આરોપીઓએ ભેંસો તથા ઘેટા રોડની સાઇડમાં નહિ કરતા મેં આ વિપુલભાઈને તેમની ભેંસો તથા ઘેટા રોડની સાઇડમાં કરવા કહેતા વિજયભાઇ ઉર્ફે ગાંડિયો છેલાભાઈ ટોળીયાએ મને કહેલ કે ‘તેં કેમ અમને વાડીમાં ઢોર ચરાવવાની ના પાડેલ?’ તેમ કહી ગાળાગાળી કરવા લાગેલ અને મેં ગાળો બોલવાની ના પાડતા આ વિજયભાઈએ લોખંડના ધારીયા વડે મારા પર ઘા કરતા ધારીયુ ટ્રેક્ટરની છત્રીની પાઇપ
સાથે અથડાઈ સરકીને મારા માથાના ડાબી બાજુના ભાગે લાગેલ અને વિપુલભાઇએ લાકડીનો એક ઘા મને માથામાં મારતા હું ટ્રેક્ટરથી નીચે પડી ગયેલ અને આ વખતે સુરેશભાઈ પબાભાઈ ટોળીયા પણ ત્યાં આવેલ અને તેણે લોખંડના પાઈપનો એક ઘા જમણા પગમાં મારેલ અને બાદ આ ત્રણેય મને આડેઘડ શરીરે ઢિકા-પાટુનો માર મારવા લાગેલ હતા. આ લોકોએ જતા જતા મને કહેલ કે ‘આજે તો બચી ગયો છે. હવે પછી મળીશ તો જાનથી મારી નાખશુ’ ત્યાંથી તેઓ નીકળી ગયેલ હતા અને
બાદ મેં મારા કાકાના દિકરા નીઝામભાઈને ફોન વાત કરતા મોટર સાયકલ લઈને આવેલ હતો. બાદમાં મારો દિકરો રહીમ ગાડી લઈને આવતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લાવેલ, બાદ વધુ સારવાર માટે રીફર કરેલ અને મારા ભાઈ રફીકભાઈ તથા મારો ભત્રીજો સાકીબ પણ આવી ગયેલ, બધાએ મને ૧૦૮ માં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરેલ છે. પોલીસ ખાતાએ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ઉપરોક્ત ત્રણેય આરોપી સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…