વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામના ગાડું લઈને જતા એક ખેડૂતને ઢોરા સાઇડમાં લેવાનું કહેતા ગામના જ એક શખ્સે પાઇપથી હુમલો કરેલ. જાણવા મળ્યા મુજબ કોઠારીયા ગામના નવાપ્લોટ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઇ અમીભાઇ શેરસીયા (ઉ.વ.૭૦) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇકાલ તા.૧૨/૦૮/૨૦૨૪ ના રોજ સવારના કોઠારીયા ગામેથી ટંકારા જતા શીતળામાંની દેરી વાળા વાડીના ગાડા મારગે
પોતાનું બળદગાડુ લઇને વાડીએ જતો હતો તે વખતે ધનજીભાઈ પાંચાભાઇ કોળીની વાડી પાસે રસ્તામાં આગળ કોઠારીયાના જ જયરાજસિંહ કરણસિંહ ઝાલા માલઢોર લઈને જતા હતા, જેથી ગાડુ નીકળી જાય તે માટે ઢોરા સાઇડમાં લેવા જણાવતા ગાડા પાસે આવી
અને તેની પાસે રહેલ લોખંડના પાઇપથી અચાનક જ માથામાં મારેલ, જેથી ફરિયાદી ગાડા ઉપરથી નીચે પડી ગયેલ અને બાદમાં પગમાં પાઇપ મારેલ, તેવામાં થોડીવાર બાદ મારા ભત્રીજાનો દિકરો આવેલ ઉર્વેશ આવેલ, ફરિયાદી બેભાન થઇ જતા વાંકાનેર અને પછી રાજકોટ સરકારી દવાખાને સારવાર લીધી હતી. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….