રાજેશ કોલ્ડડ્રિંકવાળા ત્રણ આરોપી
વાંકાનેર: અહીં ચાવડી ચોકમાં આવેલ રાજેશ કોલ્ડડ્રિંકના ધારકોએ ઓમ ગાયત્રી કો.ઓ.મંડળીમાંથી સને ૨૦૧૮ ની સાલમાં લોન લીધેલ, જેના હપ્તા આરોપી છેલ્લા આઠ- નવ મહીનાથી ભરતા ન હોય તે પૈસા માંગવા જતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી જયેશભાઇ ઓઝાને ગાળો આપી ઝપાઝપી કરી માર મારી છુટ્ટી કાચની બોટલના ઘા કરી માથામાં તથા આંખના નીચેના ભાગે નાની મોટી ઇજાઓ કરી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાને મદદગારી અને મહે. જીલ્લા મેજી, સા. મોરબીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરવાનો ગુન્હો નોંધાયો છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર માર્કેટ ચોક ઓઝા શેરીમાં રહેતા જયેશભાઇ મહેશ્વરભાઈ ઓઝા (ઉ.વ.૫૯) એ ફરીયાદમાં લખાવેલ છે કે હું વાંકાનેર ઓમ ગાયત્રી કો.ઓ.પ્રા.લી બેન્કમાં એજન્ટ તરીકે નોકરી કરું છું, ગઇ તા. ૨૩/૦૯/૨૦૨૫ ના રાત્રીના ચાવડી ગેટ પાસે આવેલ રાજેશ કોલ્ડડ્રિંક નામની દુકાને ગયેલ, ત્યાં દુકાનના માલિક જયભાઈ જીતેન્દ્રભાઇ જસ્વાલે અમારી મંડળીમાંથી જયભાઈ તથા તેના પિતા જીતેન્દ્રભાઇ રમણીકભાઈ જસ્વાલે 
એક-એક લાખ એમ બે લાખની લોન લીધેલી, જે લોનના હપ્તા આ બન્ને બાપ દિકરા છેલ્લા આઠ નવ મહિનાથી ભરતા ન હોય તેઓની પાસે મંડળીના એક લોનના બાકી નિકળતી રકમ બાબતે વાતચીત કરવા ગયેલ ત્યારે જયભાઇ અને કિશનભાઇ બન્ને ભાઇઓએ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ, જેથી અમારી વચ્ચે ઝપાઝપી થયેલ અને મને નીચે પાડી દિધેલ, આ વખતે જીતેન્દ્રભાઇ રમણીકભાઇ જસ્વાલ પણ ત્યાં આવી ગયેલા; જેથી મેં મારા દિકરા આકાશને ફોન કરી બોલાવેલ, તો આ ત્રણેય બાપ દિકરા મને મારવા લાગેલ અને ત્યાં 
માણસો ભેગા થઈ ગયેલા જેમણે મને વધુ માર મારતા બચાવેલ આ વખતે મારો દિકરો આકાશ આવી ગયેલ અને ફરીથી ગાળાગાળી થતા આ ત્રણેય બાપ દિકરાએ ત્યાં પડેલ દુકાનની સોડા બોટલોનો ઘા કરતા મને વાગેલ હોય લોહી નિકળવા લાગેલ, મારા ઉપર જે બોટલો ઘા કરેલ તે મેં પણ આ લોકો ઉપર ઘા કરતા જીતેન્દ્રભાઇના છોકરાને વાગેલ હતી બાદમાં 
મને મારા દિકરા આકાશે વાંકાનેર સરકારી હોસ્પીટલ સારવારમાં લઇ ગયેલ આ વખતે આ ત્રણેય બાપ દિકરાએ મને કહેલ કે ‘હવે જો તું મંડળીના પૈસા માંગવા આવ્યો છે તો તને મારી નાખવો છે’ આ પછી અમો સરકારી હોસ્પીટલે પ્રાથમિક સારવાર કરેલી અને મને માથાના ભાગે આ કાચની છુટ્ટી બોટલનો ઘા વાગેલ હોય તેનુ સીટી સ્કેન કરાવવા સારૂ રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરેલ છે પોલીસ ખાતાએ ગુન્હો – બી.એન.એસ કલમ ૧૧૫(૨), ૧૨૫(એ), ૧૨૫(બી), ૩૫૨, ૩૫૧(૨-૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ અને જીલ્લા મેજી,સા મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ મુજબ નોંધેલ છે….
