મીતાણામાં આધેડને સાપ કરડયો
વાંકાનેર: તાલુકાના પંચાસરમાં એક શખ્સ ઉપર તેના ભાઈ સહિતનાએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ, અનવર કાળુભાઈ શેખ (ઉંમર વર્ષ 30) રહે. ચંદ્રપુર, તાલુકો વાંકાનેર) ગઈ કાલે સાંજે 6 વાગ્યા આસપાસ પોતે પંચાસર ગામે હતા ત્યારે સામેવાળા તેના નાના ભાઈ ઈમરાન તથા ઈમરાનના પત્ની રહેમતબેન અને તેની સાથેના માણસોએ 

ઝઘડો કરીને લાકડાના ધોકા વડે મારતા માથે અને શરીરે ઇજા થતાં વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અનવરભાઈ અનવર શેખે જણાવ્યું કે, તે મજૂરી કરે છે. તેઓનું મકાન ચંદ્રપુર હોય તે સળગી ગયું હતું. એટલે 

તેનો ભાઈ ઈમરાન પંચાસરમાં ભાડે રહેતો હોય, તેની સાથે રહેવા આવેલ. જે દરમ્યાન બંને ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી ઈમરાને તેના ઘરેથી જતા રહેવા કહ્યું હતું. આ બાબતે ફરી ઝઘડો થયો હતો અને બીજા લોકો સાથે મળી માર માર્યો હતો. વાંકાનેર પોલીસે આ મામલે વધુ તપાસ પુછપરછ હાથ ધરી હતી.
મીતાણામાં આધેડને સાપ કરડયો
ટંકારા તાલુકાના મીતાણા ખાતે રહેતા જશુ ધોરીયાભાઈ નાયકા (ઉ.50) નામના આધેડને સાપ કરડી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
