કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જાળીયાની વાડીમાં બકરા ચરાવવા બાબતે હુમલો

જાળીયાની વાડીમાં બકરા ચરાવવા બાબતે હુમલો

વઘાસિયા નજીક કારખાનામાં શ્રમિકે ગળેફાંસો ખાધો

વાંકાનેર: રાજકોટ તાલુકાના જાળીયા ગામે વાડીમાં બકરા ચરાવવાની ના કહેતા વાડી માલિક મામા-ભાણેજ ઉપર પશુપાલક પિતા-પુત્રએ લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બીજા બનાવમાં વઘાસિયા નજીક કારખાનામાં શ્રમિકે ગળેફાંસો ખાધો હતો…

જાણવા મળ્યા મુજબ રાજકોટ મોરબી રોડ જકાતનાકા પાસે સત્યમ બંગલોઝ શેરી નં.1માં રહેતા વિવેક હરજીભાઇ રૈયાણી (ઉ.વ.30)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જાળીયા ગામે રહેતા નારુ દેવીપૂજક અને તેના પુત્ર શૈલેષ દેવીપૂજકના નામ આપી જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે ફરિયાદી અને તેનો મિત્ર રાજેશ પીપળીયા જાળીયા ગામે આવેલી તેમની વાડીએ ગયા હતા. જયા બાજુમાં ફરિયાદીના

મામા ધનજીભાઇ રામજીભાઇ કેરાડીયાની વાડી આવેલી હોય જેમાંથી ચણા ઉપાડી લીધા હતા અને પોપટા વીણવાના બાકી હતા. દરમ્યાન ગામમાં રહેતો નારુ દેવીપૂજક પૂછયા વગર વાડીમાં બકરા ચરાવતો હોય જેથી ફરિયાદીએ કોને પૂછીને ખેતરમાં બકરા ચરાવશ તેમ કહેતા તે ઝઘડો કરવા લાગ્યો હતો. દરમ્યાન ફરિયાદીના મામા ધનજીભાઇ પણ આવી ગયા હતા. એટલામાં આરોપીનો પુત્ર શૈલેષ પણ આવી જતા આરોપી પિતા-પુત્રએ ફરિયાદી અને તેના મામા ઉપર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ હુમલામાં ઘવાયેલા ફરિયાદી વિવેકને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે કુવાડવા રોડ પોલીસે હુમલો કરનાર પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે….વઘાસિયા નજીક કારખાનામાં શ્રમિકે ગળેફાંસો ખાધો
વાંકાનેર તાલુકાના વઘાસિયા નજીક આવેલ ટી.આર. રીફેક્ટરી નામના કારખાનામાં કામ કરતા મૂળ રાજસ્થાનના વતની મુનાભાઈ રામચંદ્ર ભીલ ઉ.23 નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!