કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મીતાણા પાસે ખોડલધામ આશ્રમના મહંત પર હુમલો

મીતાણા પાસે ખોડલધામ આશ્રમના મહંત પર હુમલો

87,000 ની કિંમતના મુદ્દા માલની લૂંટ

ટંકારા: અહીં મીતાણા ગામની સીમમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર તથા ખોડલધામ આશ્રમમાં રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા ચાર શખ્સો લૂંટ કરવા માટે આવ્યા હતા અને ત્યાં મહંતને છરી બતાવીને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને દાનપેટીમાં રહેલ રૂપિયા અને બે મોબાઇલ ફોન મળીને કુલ 87,000 ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી છે આરોપીઓ નાસી છૂટ્યા છે જેથી હાલમાં ભોગ બનેલ મહંતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ખોડીયાર મંદિર આશ્રમના મહંત રામચરણદાસ માતાજી નારણદાસજી (59)એ અજાણ્યા ચાર શખ્સો સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા.30/7 ના રાત્રીના દોઢથી બે વાગ્યાના અરસામાં અજાણ્યા 4 શખ્સો લૂંટ કરવા માટે ખોડલધામ આશ્રમના તાળાં તોડીને અંદર પ્રવેશ્યા હતા.

ફરિયાદી મહંતને છરી બતાવીને ડરાવી ધમકાવીને લાફા માર્યા હતા તેમજ ધક્કો મારીને નીચે પાડી દીધા હતા અને ત્યારબાદ ફરિયાદી કાનમાં પહેરેલ પોણા તોલાની સોનાની કડી જેની કિંમત 35,000, હાથમાં પહેરેલ ગેંડાનું કડુ, ચાંદીનું પડ ચડાવેલ વાળું જેની કિંમત 2000, ખેતીના ખર્ચા માટે કોથળીમાં રાખેલા રોકડા રૂપિયા 35,000, દાનપેટીમાંથી 5000 રૂપિયા અને બે જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન જેની કિંમત 10,000 રૂપિયા આમ કુલ મળીને 87,000 ની કિંમત ના મુદ્દા માલની લૂંટ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહંતે હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને લૂંટ કરીને નાસી ગયેલ શખ્સોને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!