વાંકાનેર: ચંદ્રપુરમાં ગતરાત્રિના દીકરીની છેડતી બાબતે માતાએ યુવાનને ઠપકો આપતા આ બાબતનું સારૂ નહીં લાગતા, છ શખ્સોએ મળી દીકરીના પરિવાર પર હુમલો કરી માતાપિતા સહિતને માર માર્યો છે, જે બાબતે સમાધાન કરવા ગયેલ દીકરીના પરિવારજનો પર આરોપીઓએ છરી, ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી બેફામ માર મારતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં છ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે..

આ બનાવની મળેલ માહિતી મુજબ ગારીડા ગામે રહેતા ફરિયાદી રૂકમુદ્દીન અમનજીભાઈ માથકીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી (૧) ફિરદોશભાઈ મુનાફભાઈ જુણેજા (૨) શબીર સમાભાઈ (૩). ફૈઝલ મુનાફભાઈ જુણેજા (૪) ઇમરાનભાઈ સમશેરભાઈ ખલીફા (૫) બસીરભાઈ ખલીફા અને (૬) સમસેરભાઈ ખલીફા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેરના ચંદ્રપુર ગામ રહેતા ફરિયાદીના બહેન રીઝવાનાબેનની દિકરીની આરોપી ઇમરાન ખલીફા છેડતી કરી હોય, જેથી આ બાબતે આરોપીને ઠપકો આપતાં આ બાબતનું તેમને સારૂં ન લાગતા ઉપરોક્ત તમામ આરોપીઓએ ફરિયાદીના બહેન તથા બનેવી સહિતના પરિવારજનો પર હુમલો કરી માર માર્યો હતો…

જે બનાવ બાદ ફરિયાદી તથા સાહેદો આ મામલે ગતરાત્રીના સમાધાન માટે આરોપીના ઘરે જતા આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો પર લોખંડના પાઇપ, છરી તથા ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો, જેમાં આઠ લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે…
