વાંકાનેર: પંચાસર રોડ પંચવટી સોસાયટીમાં રહેતા એક પરિવાર પર 12 શખ્સોએ તલવાર, લાકડી, પાઇપથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ થઇ છે, બનાવનુ કારણ એવુ છે કે આજથી આશરે બે વર્ષ પહેલા મકાન વેચવાના હોય ત્યારે કહેલ કે માલ આવી ગયેલ છે તેમ ગ્રાહક હાજર હોય તેમ કહેતા ત્યારે ઝગડો થયેલ ત્યાર પછી આશરે દોઢ મહીના પહેલા શેરીમા પાણી ઢોળાયેલ હોય જે બાબતે કહેતા ઝગડો થયેલ હોય તે બાબતની દાઝ રાખી હુમલો કર્યાનું બહાર આવેલ છે….પંચાસર શેડ પંચવટી સોસાયટી શેરી નં.૩ મારુ નામ દેવજીભાઈ આંબાભાઈ ટીડાણી કોળી (ઉ.વ.૬૫) એ ફરીયાદમાં કે ગઈ કાલે બપોરના મારો દિકરો ચેતન તથા તેની પત્ની હેતલબેન જે બંને ગામમાથી ઘરે આવતા હોય ત્યારે વાંકાનેર નવાપરા વાસુકીદાદાના મંદિર પાસે સંજયભાઈ પ્રવિણભાઈ ટીડાણી સાથે અગાઉ મારામારી થયેલ તે બાબતે બોલાચાલી કરેલ, ઘરે આવી વાત કરેલ. આ પછી સાંજના હુ, મારી પત્ની જશુબેન, મારા બંને દિકરાની પત્નીઓ જેમા હેતલબેન ચેતનભાઈ તથા વર્ષાબેન ગેલાભાઇ તથા નાના બાળકો ઘરે હાજર હતા આ વખતે મારી દિકરીનો દિકરો જે સાત-આઠ વર્ષનો છે જે ઘરમા દોડી આવી કહેલ કે
સંગીતામામી તથા સંજયમામા વિગેરે માણસો લાકડીઓ પાઇપ લઈને આપણા ઘરે આવે છે આથી અમો ઘરના બધા સભ્યો બહાર ડેલી પાસે શેરીમાં આવતા જેમા સંજયભાઈ પ્રવિણભાઇ ટીડાણી જેના હાથમા તલવાર હતી, અશોકભાઈ પ્રવિણભાઇ ટીડાણી, સિધ્ધરાજ અશોકભાઈ ટીડાણી, પ્રવિણભાઇ આંબાભાઈ, સંગીતાબેન સંજયભાઈ, રાહુલભાઈ બટુકભાઈ, હકાભાઈ ઘુસરી, તેની પત્ની, ગીતાબેન અશોકભાઇ, લખનભાઈ પ્રવિણભાઈ, સોનલબેન લખનભાઇ તથા ભાગ્યેશ લખનભાઇ આ બધા
મારા ઘરે આવી ગાળો બોલવા લાગેલ, મેં ના પાડતા સંજય પ્રવિણ તેના હાથમા તલવાર હતી તેનો એક ઘા મને કપાળના ભાગે અને બીજા અશોકભાઈ સિધ્ધરાજે પાઇપના એક-એક ઘા મારતા હુ નીચે પડી ગયેલ અને આ બધા મારી પત્ની તથા બંને દિકરાની વહુને આડેધડ લાકડી લોખંડના પાઇપ તથા પથ્થરના ઘા કરેલ. શેરીના ઘણા માણસો ભેગા થઈ ગયેલ. આ વખતે મારો દિકરો ચેતન ઘરે આવતા તેને આ સંજયભાઇએ માથાના પાછળના ભાગે એક તલવારનો ઘા કરેલ જેથી અમો બધા
તાત્કાલીક સારવારમા વાંકાનેર પીર મશાયખ હોસ્પીટલમાં સારવારમાં દાખલ થયેલ અને મારી પત્નીએ જણાવેલ કે સિધ્ધરાજ અશોકે લોખંડનો પાઇપ હાથમા મારતા ફેકચર થયેલ છે અમો બધાને નાની મોટી ગંભીર ઇજાઓ કરેલ છે અને આ લોકોએ ફોરવ્હીલ કારમાં આવેલ જેમાં એક I-20 નંબર GJ-૩૬-R -૦૭૮૯ તથા એક સફેદ કલરની વેન્યુ કાર હતી, મારા દિકરાની વહુ હેતલબેનને હાથના ભાગે ફેકચર કરેલ છે અને મારા દિકરાની વહુ વર્ષાને મુંઢમાર છુટા પથ્થરના ઘા કરી માર મારેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો