રાજાવડલા, સીંધાવદર અને કણકોટની મહિલાઓને કરખાનામાં લાવવા- લઇ જવા ઇકો ચલાવે છે
રાજકોટ: અગાઉ કરેલ પ્રેમ લગ્નનો ખાર રાખી યુવક પર ચાર શખ્સોએ ધોકા, પાઇપ વડે હુમલો કર્યો હતો. યુવક ઇકો ગાડીમાં કુવાડવા રોડ આર.કે.નવ કંપનીમાં મહિલાઓને મૂકવાં ગયો હતો ત્યારે યુવકને રોકી માર માર્યો હતો.
ફરિયાદી અજય નવધણભાઇ ફાંગલીયા (ઉ.વ.23, રહે. સીંધાવદર ગામ તા.વાંકાનેર) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ઈકો ગાડી ચલાવે છે. તેના સાઇપર ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન થયેલ હતાં. પરિવારને મંજૂર ન હોય જેથી બાદમાં છૂટુ કરી નાખ્યું હતું. બાદમાં તેના મોટાંભાઈના સગા કુંટુબી સાળા સાથે તેણીનાં લગ્ન થયેલ હતાં.
હું કાયમી રાજાવડલા ગામ, સીંધાવદર અને કણકોટ ગામની મહિલાઓ રાજકોટ કુવાડવા ગામ વાંકાનેર રોડ પર આવેલ આર.કે.નવમા કામે આવતી હોય તેઓને લઈ જવાની અને પરત ઉતારી દેવાનુ કામ કરૂ છુ. ગત તા.08/10/2024 ના રોજ હું સાંજના આશરે સવા છ એક વાગ્યે રાજકોટ વાંકાનેર રોડ આર.કે. નવ મા કામે આવતી મહિલાઓને લેવા માટે ઇકો કાર લઇને ગયેલ હતો…
ત્યારે આર. કે.નવના ગેટ પાસે પહોંચતા સુરેશ હાડગરડા, તેના સગા કુંટુંબીભાઈ પેથા હાડગરડા તથા તેની સાથેના બે અજાણ્યા માણસો છોટા હાથી ગાડી લઈને આવેલ. મારીસાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલ. અને પાઇપ અને લાકડી વડે મારવા લાગેલ. બાદ જતાં રહેલ. બાદમાં ફરીયાદીને 108 મારફત સારવાર અર્થે કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદીએ અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય જેની જાણ થતાં ખાર રાખી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી…