રાજાવડલા રોડ પર બનેલો બનાવ
ખલીફાના વિડીઓના નંબર બાબતે વિડીઓ ફોર્વડ કરવાનો મામલો
વાંકાનેર: રાજાવડલા ગામના રોડના બોર્ડ પાસે ધર્મના ખલીફાના વિડીઓના નંબર બાબતે વિડીઓ ફોર્વડ કરેલ હોય જે બાબતે આરોપીઓને સારૂ નહિ લાગતા તીથવાના એક શખ્સને છ જણાએ ગાડીમાંથી બહાર કાઢવાની કોશિશ કરી લાકડી તથા લોખંડના પાઇપથી શરીરના ભાગે આડેધડ માર મારી મુંઢ માર મારી ઇજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ તીથવા ટોળના મારગે રહેતા અને વાંકાનેર ચંદ્રપુર ને.હા. પુલ પાસે સ્ટાર પ્લાઝામાં રબ્બાની એગ્રો નામની જંતુનાશક દવાની દુકાન ચલાવતા હુસેનભાઇ ઇબ્રાહિમભાઈ ગઢવારા (ઉ.વ ૫૨) એ ફરિયાદમાં લખાવેલ છે કે ગઇ તા: ૨૯/૧૨/૨૦૨૫ ના સાંજના અસરની નમાજ પઢીને દુકાન બંધ કરીને મારા મિત્ર અસરફભાઈ બાદી સાથે ચા-પાણી કરી મારી અલ્ટો કાર રજી નં.-GJ-36-B-1058 ની લઈને હું મારા ગામ તરફ જતો હતો, આ દરમ્યાન સાંજના આશરે છ-એક વાગ્યે વાંકાનેર રાજકોટ રોડ રાજાવડલા ગામના રોડના બોર્ડ પાસે પહોંચતા મારી સામેથી એક મોટરસાયકલ બે સવારીમાં આવતા મેં ગાડીને બ્રેક મારેલ અને આ મોટર સાયકલ ઉભું રાખી 
મારી ગાડી પાસે આવેલ અને કહેલ કે ‘ધાર્મિક બાબતના વિડીઓ શું કામ ફોર્વડ કરે છે?’ તેમ કહી ગાળો બોલવા લાગેલ અને તેઓ બન્નેના હાથમાં લોખંડના પાઈપ હોય આ વખતે સાહિદહુસેન અમિયલભાઈ વકાલીયા અને તેનો મિત્ર જુબેર ઇકબાલભાઇ તરકબાણ હોય અને આ સાહિદહુસેનનો ભાઇ લતીફ ત્યાં લાકડી લઈ આવી મારી ગાડીનો દરવાજો એકદમ ખોલી મને બહાર કાઢવાની કોશિસ કરતા મારો પગ બહાર નિકળતા મારા ડાબા પગના પોંચા અંગુઠા પર આ સાહિદહુસેન વકાલીયાએ લોખંડના પાઇપનો ધા કરતા લોહી નિકળવા લાગેલ અને હું ગાડીમાં બેસી રહેલ, જેથી આ ત્રણેય જણા ગાડીમાં ધુસી ગયેલ અને મને લાકડી તથા લોખંડના પાઈપ વતી ડાબા હાથના બાવડા- કોણી- કાંડા ઉપર તેમજ જમણા પગના નળા ઉપર તથા મોઢા- નાક પર અને પાછળ ગર્દનના ભાગે લાકડી તથા લોખંડના પાઇપના આડેધડ ધા મારવા લાગેલ આ લોકો કહેતા હતા કે હવે જો કોઇ ધાર્મિક વિડીઓ કોઇ વોટ્સેપમાં વાયરલ કરીશ તો 
જાન થી મારી નાખવાની ધમકી આપેલ અને ત્યાં બીજા માણસો ભેગા થઈ ગયેલ હોય આ વખતે મારા મિત્ર હુસેનભાઇ આમદભાઈ વકાલીયા ત્યાંથી નિકળેલ હોય તેઓ વચ્ચે પડી મને વધુ મારથી બચાવેલ અને મારી ગાડીમાં જ સરકારી હોસ્પીટલ વાંકાનેર સારવારમાં લઇ ગયેલા અને મને નખમાંથી લોહી બંધ થતુ ના હોય અને નાકના ભાગે ખુબજ દુ:ખાવો થતો હોય વધુ સારવાર માટે રાજકોટ રિફર કરેલ છે
આ બનાવનુ કારણ એવું છે કે અમારા ચાર ખલીફા હોય જેમાં જે વિડીઓ ફોર્વડ કરેલ તેમાં શકીલબાવાને એક નંબર તરીકે બતાવેલ હોય જે બાબતે ધાર્મિક પ્રશ્ન હોય જેથી ગઇ તા.૨૭/૧૨/૨૦૨૫ ના મારી દુકાને સોયબ વારસી તથા હનિફ મતવો તથા સફિર અબ્બાસભાઈ ગઢવારા રહે. ટોળ વાળા મારી સાથે આ વિડિઓ બાબતે બોલાચાલી કરી માર મારવાની ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપેલ છે તો આ તમામ સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ- ૧૧૫(૨),૩૫૧(૨-૩), ૩૫૨,૫૪, તથા જી.પી.એટક કલમ-૧૩૫ મે. જીલ્લા મેજી સા. મોરબીના જાહેરનામાનો ભંગ સબબ ગુન્હો નોંધેલ છે આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) સાહિદહુસેન અમીયલભાઈ વકાલીયા રહે. રાજાવડલા
(2) જુબેર ઇકબાલભાઈ તરકબાણ રહે. વાંકાનેર
(3) લતિફ અમીયલભાઇ રહે. રાજાવડલા
(4) સોયબ વારસી રહે. વાંકાનેર
(5) હનિફ મતવો રહે. વાંકાનેર
(6) સફિર અબ્બાસભાઇ ગઢવારા રહે. ટોળ
