કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાતડીયામાં પ્રેમ સંબંધના ખારે યુવાન પર હુમલો

વાંકાનેર: તાલુકાના રાતડીયા ગામના વોકળા પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાનને જે યુવતી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો તેની માતા સહિતના બે વ્યક્તિઓએ તે યુવાનને રોકીને ગાળો આપી હતી અને ધારિયા વડે હુમલો કરી માર માર્યો હતો તેમજ બે બાઈકમાં બીજા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાનને પાઇપ તથા ધોકા વડે માર માર્યો હતો…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે રહેતા પ્રભુભાઈ જોધાભાઈ મેર (26) નામના યુવાને હાલમાં વિજયભાઈ ધુડાભાઇ ડાભી, મધુબેન રમેશભાઈ ડાભી, ભરતભાઈ ધુડાભાઈ ડાભી, હરેશભાઈ હેમંતભાઈ ડાભી, ગુણવંતભાઈ હેમંતભાઈ ડાભી અને ચતુરભાઈ રમેશભાઈ ડાભી રહે બધા રાતડીયા ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાતડીયા ગામના વોકળા પાસેથી ફરિયાદી પોતાનું બાઈક લઈને પોતાના ઘર તરફ આવતો હતો ત્યારે આરોપી મધુબેન ડાભીની દીકરી સાથે તેને અગાઉ પ્રેમસબંધ હતો,

જે બાબતનો ખાર રાખીને વિજયભાઈ તથા મધુબેને બાઈક આડું રાખીને ફરિયાદી યુવાનને રોક્યો હતો અને બાઈક ઉપરથી તેને નીચે ઉતારીને મધુબેને ગાળો આપી હતી અને વિજયભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો. પોતાની પાસે રહેલ ધારીયા વડે હુમલો કરીને ડાબા પગના નળાના ભાગે ફેક્ચર જેવી ઇજા કરી હતી ત્યારબાદ બે મોટરસાયકલમાં ભરતભાઈ, હરેશભાઈ, ગુણવંતભાઈ અને ચતુરભાઈ આવ્યા હતા અને તેમણે લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!