‘કાં લગ્ન કરી લો – કાં સગાઇ તોડી નાખો’ તેમ કહેતા બબાલ
વાંકાનેર: અહીંના બે શખ્સોએ રાજકોટ ખાતે રહેતા સંબંધીઓને પોતાની બહેનના લગ્નની વાત કરતા સામેવાળાએ હુમલો કર્યાની ઘટના બની હોવાની ફરિયાદ કરી છે.
બનાવ અંગે રાજકોટ કુબલિયાપરા શેરી નં.5 માં રહેતાં નિર્મળભાઇ કરશનભાઇ રાઠોડ (ઉ.વ.35) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાયર કિશન પરમાર, અશોક કિશન પરમાર, રશિલાબેન પરમાર, રીનાબેન પરમાર, જયશ્રીબેન, અર્જુન કડીવાર અને શ્રવણ કડીવારનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઇ તા.31/03/2024 ના રાત્રિના સમયે તેના ઘરે હાજર હતો ત્યારે શેરીમાં દેકારો ઘરની બહાર નિકળી શેરીમા ગયેલ તો ત્યાં તેમની બહેન વનીતા, પિતા કરશનભાઈ રાઠોડ, માતા મંજુબેન અને પત્નિ પુનમબેન અને નાની બહેન સુનીતાએ બહેન વનીતાને પુછતા જણાવેલ કે, વાંકાનેરથી શ્રવણ-અર્જુન તેના સગા સાયારભાઈના ઘર તરફ જતા હતાં
જેથી અર્જુનને કહેલ કે, મારી બહેન સુનીતાની સગાઈ તારી સાથે થઈ તેના બે વર્ષ થયેલ છે, તેમ છતાં બહેન સાથે લગ્ન બાબતે કોઇ આગળ વાત જ નથી કરતાં અને તમારા નાનાભાઇ શ્રવાણની સગાઇ તો હજુ થોડા દિવસ પહેલાં
સાયારભાઇ કિશનભાઈ પરમારની દીકરી જયશ્રી સાથે થયેલ તેમ છતા તેના લગ્ન કરી દીધેલ તો અહી સમાજના બધા લોકો વાતો કરે છે એટલે તમે મારી બહેન સાથે લગ્ન કરી લો નહિતર મારી બહેન સાથેની સગાઇ તોડી નાખો, તેમ કહેતા લોકો બોલાચાલી કરવા લાગેલ છે.
જેથી
સાયાર, અશોક, કિશન, શ્રવણ, અર્જુન, રમિલાબેન, રીનાબેન અને જયશ્રીબેન હાજર હોય ત્યાં તેમની પાસે ગયેલ અને બહેન સુનીતાની સગાઇ બાબતે કોઇ નિર્ણય કરવાનુ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ મા-બહેન સામે ગાળો આપી લોખંડના પાઇપ વડે માથામાં ઘા ઝીંકતા
લોહી નિકળવા લાગેલ હતું. દરમિયાન તેમની વચ્ચે આવતાં તેમને પણ ધોકા વડે ફટકારેલ હતાં. તેમજ અન્ય પરિવારજનો સાથે પણ મારામારી કરેલ હતી. બાદમાં 108 મારફતે તેમને સારવારમાં ખસેડેલ હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એસ.એમ.મહેશ્વરી અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો છે