પાંચદ્વારકા ગામના બનાવમાં પિતા પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે ગૌચરની જમીન ઉપર દબાણ કરી લેવા મામલે અરજી કરનાર માલધારી યુવાન ઉપર પિતા પુત્રએ હુમલો કરી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.



બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે રહેતા પરબતભાઈ બચુભાઇ પાંચીયા નામના યુવાને પાંચ દ્વારકા ગામમાં ગૌચરની જમીન ઉપર થયેલા દબાણો હટાવવા ગ્રામ પંચાયત અને મામલતદારને અરજી કરતા આ બાબતનો ખાર રાખી આરોપી રિયાઝ ખલુભાઈ બાદી અને ખલુભાઈ મામદ જલાલભાઈ બાદી નામના શખ્સોએ પરબતભાઈને ગાળો આપી પાવડાના હાથા વડે તેમજ લાકડી વડે માર મારતા બન્ને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી હતી.